❃ સંપૂર્ણ વૈદિક યુગ | વૈદિક સાહિત્ય | ઇતિહાસ વૈદિકકાળ | વૈદિક ધર્મ અને સંસ્કૃતિ | વેદો | ઋગ્વેદ
» Part 4:
વૈદિક સાહિત્ય:
➜ વૈદિક સાહિત્યમાં ચાર વેદો તેમજ બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, સૂત્ર સાહિત્ય અને શ્રુતિ, સ્મૃતિ, રામાયણ, મહાભારત, જૈન તેમજ બૌદ્ધગ્રંથોનો સમાવેશ થાય છે.
➜ વૈદિક સાહિત્યને બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. (1) શ્રુતિ અને (2) સ્મૃતિ સાહિત્ય.
➜ શ્રુતિ સાહિત્યમાં શ્રુતિનો અર્થ "સંભાળવું" એવો થાય છે.
➜ શ્રુતિ સાહિત્ય અલિખિત હતું.
➜ આ શ્રુતિ સાહિત્ય પેઢી દર પેઢી મૌખિક રીતે રજૂ થતું ગયું.
➜ શ્રુતિ સાહિત્યમાં ચાર વેદો, ઉપનિષદો, આરણ્યકો અને બ્રાહ્મણગ્રંથોનો સમાવેશ થાય છે.
➜ સ્મૃતિ સાહિત્યમાં સ્મૃતિ એટલે ચોક્કસ અને લેખિત ગ્રંથ.
➜ સ્મૃતિ સાહિત્યમાં વેદાંગ, ઉપવેદ, ઇતિહાસ, પુરાણ, મનુસ્મૃતિ, નારદસ્મૃતિ, ગૌતમસ્મૃતિ, પરશુરામસ્મૃતિ, આગમો, તંત્ર વગેરે.
➜ મનુસ્મૃતિ ગ્રંથને હિન્દુ ધર્મનો આદ્ય કાયદા ગ્રંથ કહેવામાં આવે છે.
➜ આ મનુસ્મૃતિ ગ્રંથ પદ્ય સ્વરૂમાં લખવામાં આવેલો છે.
➜ નારદસ્મૃતિમાં દાસ મુક્તિનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે.
➥ વૈદિક સાહિત્યના ગ્રંથો:
➜ ઋગ્વૈદિક સાહિત્યમાં » શ્રુતિ (દૈવીય ઉત્પતિ) (અલેખિત):
➜ વૈદિક સંહિતા (વેદ): (1) ઋગ્વેદ (2) સામવેદ (3) યજુર્વેદ (4) અથર્વવેદ
➜ બ્રાહ્મણગ્રંથો પણ વૈદિક સાહિત્યનો એક ભાગ જ છે. વૈદિક સંહિતા (વેદ) પછી તરત જ તેમની રચના થઈ હતી.
➜ બ્રાહ્મણગ્રંથોમાં: (1) બ્રાહ્મણ ગ્રંથો (2) આરણ્યક (3) ઉપનિષદ
➜ ઉત્તર વૈદિક સાહિત્યમાં » સ્મૃતિ સાહિત્ય(લેખિત): (1) વેદાંગ અને (2) ઉપવેદ.
➜ વેદાંગ: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત, જ્યોતિષ.
➜ ઉપવેદ: આયુર્વેદ, શિલ્પવેદ, ગાંધર્વવેદ, ધનુર્વેવેદ.
➜ ઋગ્વેદમાં દર્શાવેલી સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિ કે પૂર્વ વૈદિક સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. જ્યારે ઋગ્વેદ બાદ રચાયેલ વેદો, ઉપનિષદો, આરણ્યક તેમજ બ્રાહ્મણગ્રંથો દર્શાવેલી સંસ્કૃતિને ઉત્તર વૈદિક સંસ્કૃતિ તરીકે ઓળખાય છે.
» વેદ:
➜ વેદ "વિદ્" ધાતુ પરથી ઉતરી આવ્યો છે.
➜ વેદો સંસ્કૃત ભાષામાં પદ્ય તેમજ ગદ્ય સ્વરૂપમાં છે.
➜ વેદ નો અર્થ થાય છે જાણવું, જે જ્ઞાનનું પ્રતીક છે.
➜ વેદોને સર્વોચ્ચ આધ્યાત્મિક જ્ઞાનનો સ્રોત માનવામાં આવે છે.
➜ વેદોમાં "વસુધૈવ કુટુમ્બકમ" ની ભાવના રહેલી છે.
➜ વેદોને સમજવા માટે 6 શાસ્ત્રો મદદરૂપ થાય છે:
(1) છંદ
(2) કલ્પ
(3) જ્યોતિષ
(4) નિરુક્ત
(5) વ્યાકરણ
(6) શિક્ષા
➜ છંદ વેદના પગ છે, કલ્પએ વેદના હાથ છે.
➜ જ્યોતિષએ વેદની આંખ છે, નિરુક્તએ વેદના કાન છે.
➜ વ્યાકરણએ વેદનું મુખ છે, શિક્ષાએ વેદનું નાક છે.
➜ ચાર વેદો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ.
➜ વેદોમાં ભારતનો સૌથી પ્રાચીન તેમજ પ્રથમ વેદ ઋગ્વેદ છે.
➜ વેદોને સમયગાળો: ઋગ્વેદનો સમય ઈ. સ. પૂર્વે 1500 થી 1000 તેમજ અથર્વવેદ, યજુર્વેદ, બ્રાહ્મણગ્રંથો, આરણ્યક તેમજ ઉપનિષદોનો સમય ઈ. સ. પૂર્વે 1000 થી 500 માનવામાં આવે છે.
➜ વૈદિક શાસ્ત્રોમાં સિંધુ નદીનો મહત્તમ ઉલ્લેખ જોવા મળે છે.
➜ સૌથી પ્રાચીન સાહિત્યોમાં પ્રથમ સાહિત્યિક રચના વેદો છે.
➜ વેદોમાં આર્ય સંસ્કૃતિ જોવા મળે છે. આર્યની ધાર્મિક, સામાજિક, રાજકીય, આર્થિક જીવન સંબધિત જાણકારી પ્રાપ્ત થાય છે.
➜ વર્ષ 2008માં યુનેસ્કોએ વૈદિક પાઠની પરંપરાને માનવતાની મૌખિક તેમજ અમૂર્ત કૃતિ જાહેર કરી હતી.
» વેદ કોણે લખ્યા?
➜ વેદોની રચના અપૌરુષેય માનવામાં આવે છે. વેદો માનવીની રચના નથી, કેમકે તેની કક્ષા માનવીની ક્ષમતા બહારની છે.
➜ વેદો ઈ. સ. પૂર્વેની પાંચમી સદીની આસપાસ લખાયા તે પહેલાં વેદો મૌખિક રીતે ગુરુ શિષ્ય પરંપરામાં જળવાય રહ્યાં.
➜ વેદોનું સંકલન કરવાનું કાર્ય મહાન ઋષિ વેદ વ્યાસ એ કર્યું છે, તેઓએ વેદોને ચાર ભાગોમાં વિભાજિત કર્યાં છે.
➜ કેટલાંક વિદ્વાનો એવું માને છે કે વેદોની રચના ઋષિઓના સમુહ દ્વારા કરવામાં આવી.
✔ ઋગ્વેદ:
➜ ઋગ્વેદની રચના ઈ. સ. પૂર્વે 1200ની આસપાસ થઈ હોવાનું મનાય છે.
➜ ઋગ્વેદના લખાણો "ભોજપત્રો" હિમાલયમાં થતાં "ભૂર્જ" નામનાં વૃક્ષની પાતળી આંતરછાલ પર પાંડુલીપી થયેલું છે.
➜ તેના પુરાવાઓ કાશ્મીર વિસ્તારમાંથી મળી આવ્યા છે. જેને મહારાષ્ટ્રના પુણેમાં આવેલ પુસ્તકાલયમાં સુરક્ષિત રાખવામાં આવેલ છે.
➜ ઋગ્વેદ સંસ્કૃત (વૈદિક સંસ્કૃત) માં લખાયેલ છે.
➜ ઋગ્વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે.
➜ ઋગ્વેદમાં દ્રવિડ ભાષા સમૂહના શબ્દો પણ જોવા મળે છે.
➜ આ ઋગ્વેદ ગ્રંથની રચના પ્રચીન ભારતીય વૈદિક ઋષિકુળો દ્વારા રચાયેલ સંસ્કૃત ઋચાઓનું સંકલન છે.
➜ ઋગ્વેદના સંકલન કરતા ઋષિ વેદવ્યાસ હતા.
➜ ઋગ્વેદ પદ્યમાં લખાયેલ ગ્રંથ છે.
➜ ઋગ્વેદમાં 10 મંડળ (ભાગ અથવા પ્રકરણ), 1028 સૂક્તો (સ્તુતિઓ), 10580 મંત્રો (ઋચાઓ/સ્ત્રોત) માં વિભાજિત છે.
➜ ઋગ્વેદની રચનાઓ વાંચનાર (પાઠક) ઋષિને હોત્ર કહેવામાં આવે.
➜ સૂક્તનો અર્થ "સારી રીતે કહેવાયેલું" એવો થાય છે.
➜ ઋગ્વેદના 2, 3, 4, 5, 6, અને 7 મું મંડળ સૌથી પ્રાચીન છે. તેની રચના સૌપ્રથમ થયેલી હતી.
➜ ઋગ્વેદના 1, 8, 9, અને 10 માં મંડળની રચના બાદમાં થયેલી.
➜ ઋગ્વેદમાં શરૂઆતનાં મંડળો કે જે 2 થી 7 સુધી છે જે પારિવારિક પુસ્તકો કહેવાય છે.
➜ જે ખાસ સિદ્ધ ઋષિ પરિવારને સંબધિત છે.
➜ ઋગ્વેદનું બીજા થી સાત મંડળ સૌથી પ્રાચીન તેમજ પહેલું અને દસમું મંડળ સૌથી નવું ગણાય છે.
➜ ઋગ્વેદના 3 માં મંડળમાં દેવી ઉપાસના માટે પ્રસિદ્ધ "ગાયત્રી મંત્ર" ની રચના છે.
➜ ગાયત્રી મંત્રની રચના વિશ્વામિત્ર ઋષિએ કરેલી છે.
➜ ઋગ્વેદના 7 માં મંડળમાં "મહામૃત્યુંજય મંત્ર" નો ઉલ્લેખ છે.
➜ ઋગ્વેદના 7 માં મંડળમાં દસ રાજાઓ વચ્ચે પરુષ્ણી (રાવી) નદી કિનારે થયેલા યુદ્ધનું વર્ણન છે. ("દાશરાજ્ઞ યુદ્ધ").
➜ આ યુદ્ધમાં 5 આર્ય રાજા અને 5 અનાર્ય રાજાઓ હતા.
➜ જેમાં ભરત વંશના સુદાસ રાજાનો વિજય થયો હતો.
➜ આર્યુની રાજ્યવ્યવસ્થા કબીલાઈ પ્રકાની જોવા મળે છે.
➜ આર્યોના પાંચ કબીલા હતા. ઋગ્વેદકાલીન સમયમાં આર્યો પંચજન્ય કહેવાતા હતાં.
➜ આર્યોના પાંચ કબીલા (પાંચ આર્ય જાતિઓ): પૂરું, યદુ, અનુ, તુર્વશું, ધૃહુ.
➜ ઋગ્વેદકાલીન સમયમાં આર્યો સપ્તમ સિંધુ પ્રદેશમાં નિવાસ કરતાં હતાં.
➜ આ સપ્તમ સિંધુ વિસ્તારમાં આવેલી નદીઓ: સિંધુ, સતુંદ્રી (સતલજ), વિપાસા (વ્યાસ), પરૂષણી (રાવી), વિતસ્તા (ઝેલમ), અસ્કિની (ચિનાબ), સરસ્વતી.
➜ ઋગ્વેદનું 8 મું મંડળ કણ્વ પરિવારને સંબધિત છે.
➜ ઋગ્વેદના 9 માં મંડળમાં સોમદેવ (ચંદ્રદેવ)ની સ્તુતિઓ છે.
➜ ઋગ્વેદમાં 10 માં મંડળમાં 129 નાસદિય સૂક્ત તેમજ "બ્રહ્માંડના ઉદ્દભવ" નો ઉલ્લેખ જોવા મળે છે. તેમજ ચાતુર્વણ્ય સમાજની સંકલ્પનાનો ઉલ્લેખ છે.
➜તેમજ 10 માં મંડળમાં રોગ નિવારક સૂક્ત, લગ્ન વિષયક સૂક્ત, હિરણ્યગર્ભ સૂક્ત, પુરુષસૂક્તમાં વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ છે.
➜ ઋગ્વેદમાં વર્ણ વ્યવસ્થામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર.
➜ ઋગ્વેદમાં "ત્રયી" તરીકે ઓળખાતી વર્ણ વ્યવસ્થા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય.
➜ ઋગ્વેદમાં 33 દેવી દેવતાઓનો ઉલ્લેખ થયેલો છે.
➜ ઋગ્વેદમાં ઈન્દ્રને દેવતાઓમાં સૌથી અગ્રણી અને સૌથી શક્તિશાળી દેવતા માનવામાં આવ્યાં છે.
➜ ઋગ્વેદમાં ઈન્દ્રનો સૌથી વધુ ઉલ્લેખ થયેલો જોવા મળે છે.
➜ ઋગ્વેદમાં ઈન્દ્ર માટે 250 સૂક્ત સમર્પિત છે.
➜ ઋગ્વેદમાં ઉષા, અદિતિ દેવીઓનો ઉલ્લેખ થયેલો છે.
➜ ઋગ્વેદના બે બ્રાહ્મણગ્રંથો છે: ઐતરેય અને કૌષિતકી (શંખાયન).
➜ ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ છે.
➜ શાકલ શાખા ઋગ્વેદની સૌથી પ્રાચીન અને એક માત્ર શાખા છે.
➜ શાકલ શાખા સાથે સબંધિત બ્રાહ્મણ ઐતરેય બ્રાહ્મણ છે.
➜ શાકલ શાખાનું મુખ્ય ઉપનિષદ ઐતરેય ઉપનિષદ છે.
➜ ઋગ્વેદમાં 170 વખત વીસ શબ્દનો ઉલ્લેખ છે.
➜ વીસ એટલે ગામોનો સમૂહ.
➜ તેમજ ઋગ્વેદમાં 275 વખત જન શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે.
➜ જન એટલે વીસનો સમૂહ.
➜ ઋગ્વેદ પ્રમાણે જનનો પ્રધાન રાજા કહેવાતો.
➜ જનપદનો ઉલ્લેખ એકવાર જોવા મળે છે.
➜ ઋગ્વેદમાં 25 નદીઓનો ઉલ્લેખ જોવા મળે છે.
➜ ઋગ્વેદમાં સૌથી વધુ સિંધુ નદીનો ઉલ્લેખ જોવા મળે છે.
➜ ઋગ્વેદકાલીન સૌથી પવિત્ર નદી "સરસ્વતી" નદી હતી.
➜ ઋગ્વેદમાં ગંગા નદીનો ઉલ્લેખ એકવાર અને યમુના નદીનો ઉલ્લેખ ત્રણવાર જોવા મળે છે.
➜ ઋગ્વેદમાં અંક ગાણિતિક નંબર 1 થી 9 અને 10 થી 90 સુધીનો ઉલ્લેખ જોવા મળે છે.
➜ મનુભાઈ પંચોળી (દર્શક) એ ઋગ્વેદને "આર્યોના જીવનની આરસી" કહી છે.
...................................
...................................
ઋગ્વેદ
વૈદિક સાહિત્ય
ઋગ્વૈદીક સમય
ઋગ્વૈદિકકાલીન
વેદો
પ્રાચીન ગ્રંથો વેદ
વૈદિક યુગ ઋગ્વેદ
ઋગ્વેદ પદ્ય
ઋગ્વેદ મનુભાઈ પંચોળી (દર્શક)
ઋગ્વેદનો ઇતિહાસ
ઇતિહાસ ઋગ્વેદ
ભારતનો ઇતિહાસ
સંપૂર્ણ ઋગ્વેદ
સંપૂર્ણ વેદો
ભારતના પ્રાચીન વેદ
ભારત નો સૌથી પ્રાચીન વેદ કયો છે ?
વેદ ચાર છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ.
ભારતનો સૌથી પ્રાચીન વેદ કયો છે
વેદ કોણે લખ્યા છે
સૌથી જૂનો વેદ
વેદ ના રચયિતા
ચાર વેદ pdf in gujarati
ઋગ્વેદ ગુજરાતીમાં pdf
ચાર વેદ in gujarati
સામવેદ,ઋગ્વેદ,અર્થવવેદ,યર્જુવેદ-આ ચાર વેદોનો મહિમા ટૂંકમાં લખો.
આર્યોનો સૌથી પ્રાચીન ગ્રંથ
વેદ અને ઉપનિષદ pdf
વેદો અને ઉપવેદો કેટલા છે?
Rigveda
Rig Veda
ભારતના પ્રાચીન વેદ - ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ
વિશ્વનો સૌથી પ્રાચીનતમ ધાર્મિક ગ્રંથ
ઋગ્વેદ : હિંદુ ધર્મના ચાર વેદમાંનો પ્રથમ
ઋગ્વેદ ગુજરાતીમાં
Rig veda in Gujarati
ઋગ્વેદની ઋચાઓ પદ્ય સ્વરૂપમાં એટલે કે કાવ્ય સ્વરૂપમાં છે.
Rig veda In Gujarati PDF ઋગ્વેદ ગુજરાતી માં
ઋગ્વેદમાં કેટલા મંડળ છે?
આપણા વેદ કેટલા છે?
વેદ ના રચયિતા કોણ છે?
સામવેદ ના કેટલા ભાગ છે?
ઋગ્વેદ શ્લોક
ઋગ્વેદ મંત્ર
ઋગ્વેદ ના રચયિતા
What is the history of Rugved?
Who is god in Rigveda?
How old is rigved?
How many mantras are in Rigveda?
Who is the father of Rigveda?
Who wrote Rig Veda
Who is the supreme god in the Vedas?
ऋग्वेद के 10 मंडल में क्या है
ऋग्वेद में कितने सूक्त है
Rugved Collection
Ved Puran
Vedic period
Vaidik Yug
વૈદિક સાહિત્ય
What is the time period of Vaidik Yug?
Later Vedic periods
वैदिक काल NCERT
Vedic Age
વૈદિક યુગ ncert
વૈદિક યુગ GCERT
વૈદિક સાહિત્ય ncert
વૈદિક સાહિત્ય GCERT
બ્રાહ્મણ ગ્રંથો
Competitive exam free study material
Gsssb GPSC UPSC
Gaun Seva Pasandgi Mandal
Gujarat Subordinate Service Selection Board
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ગુજરાત સરકારની સરકારી ભરતીઓ
ઋગ્વેદ સાહિત્ય
ઋગ્વેદ ઉત્તર વૈદિક સાહિત્ય
વેદ સંહિતા
વૈદિક સાહિત્ય એટલે શું?
શ્રુતિ એટલે શું?
સ્મૃતિ એટલે શું?
વેદો કેટલા છે અને કયા કયા?
વેદો અને ઉપવેદો કેટલા છે?
મુખ્ય ઉપનિષદો કેટલા છે?
વેદ ના રચયિતા કોણ છે?
શ્રુતિ સાહિત્ય એટલે શું?
સનાતન ધર્મમાં કેટલા વેદ છે?
વૈદિક એટલે શું?
સૂક્ત એટલે શું?
ઉપનિષદ કેટલા છે અને કયા કયા?
Rugved in Gujarati
rugved Gujarati
Rugveda in gujarati