❃ સંપૂર્ણ વૈદિક યુગ | વૈદિક સાહિત્ય | ઇતિહાસ વૈદિકકાળ | વૈદિક ધર્મ અને સંસ્કૃતિ | વેદો | યજુર્વેદ
» Part 5:
વૈદિક સાહિત્ય:
✔ યજુર્વેદ:
➜ ચાર વેદો પૈકીનો બીજો વેદ એટલે "યજુર્વેદ".
➜ યજુર્વેદમાં યજ્ઞ, કર્મકાંડ, યજ્ઞમાં બોલવામાં આવતાં મંત્રો, ક્રિયા, વિધિઓ વગેરેનું વર્ણન છે, તેથી આ વેદને ક્રિયાકાંડીય વેદ પણ કહેવાય છે.
➜ યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે.
➜ આ યજુર્વેદ ગદ્ય (પાઠ) અને પદ્ય (કવિતા) માં લખાયેલ છે.
➜ યજુર્વેદમાં ઋગ્વેદના 663 મંત્રો જોવા મળે છે તેમ છતાં તેને ઋગ્વેદથી અલગ ગણવામાં આવે છે.
➜ યજુર્વેદમાં પદ્ય (કાવ્યાત્મક) મંત્રો ઋગ્વેદ અને અથર્વવેદ માંથી લેવામાં આવ્યા છે.
➜ યજુર્વેદની રચના કુરુક્ષેત્રના પ્રદેશમાં થઈ હોવાનું મનાય છે.
➜ યજુર્વેદ બે શબ્દોથી બનેલો છે, યજુઃ અને વેદ. યજ્ નો અર્થ થાય છે યજન કે પૂંજન અથવા યજ્ એટલે સમર્પણ.
➜ યજુર્વેદ = યજુસ (યજુર્) + વેદ....."યજુસ" શબ્દ યજ્ઞ નું પ્રતીક છે, યજુસ કે યજુર્ શબ્દનો અર્થ એ છે કે યજ્ઞ, યજ્ઞના મંત્રો, ધાર્મિક આદર, પુજાપાત્ર, બલિદાન અને "વેદ" એટલે જ્ઞાન.
➜ યજ્ઞમાં ગવાતાં ગદ્ય મંત્રોને "યજુસ" કહેવામાં આવે છે, જ્યારે મંત્રોનો ઉચ્ચાર કરનાર પુરોહિત "અધ્વર્યુ" કહેવાય છે.
➜ યજુર્વેદના મંત્રોને "યજુસ" ( यजु: = यजुष् ) કહે છે. જેનાથી યજ્ઞો અને દેવોનું પૂજન (યજન) થાય છે.
➜ યજુર્વેદમાં 1875 શ્લોકો છે, જે મોટાભાગે ઋગ્વેદ માંથી લેવામાં આવ્યા છે.
➜ યજુર્વેદ બે શાખાઓમાં વિભાજિત છે:
(1) દક્ષિણ ભારતમાં પ્રચલિત "કૃષ્ણ યજુર્વેદ" (બ્રાહ્મણ સંપ્રદાય).
(2) ઉત્તર ભારતમાં પ્રચલિત "શુક્લ યજુર્વેદ" (આદિત્ય સંપ્રદાય).
➜ કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદને અનુક્રમે અંગ્રેજીમાં Black Yajurveda (કાળો / શ્યામ) અને White Yajurveda (સફેદ / તેજસ્વી) નામેથી ઓળખવામાં આવે છે.
➜ કૃષ્ણ યજુર્વેદમાં બ્રાહ્મણ ગ્રંથો અને મંત્રોનું મિશ્રણ જોવા મળે છે, જ્યારે શુક્લ યજુર્વેદ એવું નથી.
➜ શુક્લ યજુર્વેદ ઋષિ યાજ્ઞવલ્કયએ ભગવાન સૂર્ય (આદિત્ય) પાસેથી જ્ઞાન મેળવી રચાયેલો હોવાથી તેને "આદિત્ય પરંપરાનો વેદ" કહેવામાં આવે છે.
➜ શુક્લ યજુર્વેદમાં સંહિતાને "વાજસનામી (વાજસનેયી / વાજસ્નેયી)" કહેવામાં આવે છે.
➜ વાજસ્નેયીમાં 40 અધ્યાય છે.
➜ વાજસ્નેયી બે ભાગમાં છે, મઘ્યદિન અને કણ્વ.
➜ મઘ્યદિન અને કણ્વ એ શુક્લ યજુર્વેદની બે સંહિતાઓ છે.
➜ કૃષ્ણ યજુર્વેદમાં 4 સંહિતાઓ આવેલી છે: તૈત્તિરીય, મૈત્રાયણી, કઠ અને કપિષ્ઠલ કઠ.
➜ શુક્લ યજુર્વેદમાં 2 સંહિતાઓ આવેલી છે: મઘ્યદિન અને કણ્વ સંહિતા. આ બંને સંહિતાઓ "વાજસ્નેયી" તરીકે ઓળખાય છે.
➜ આમ, યજુર્વેદ પાંચ શાખાઓમાં વિભાજિત છે: તૈત્તિરીય, મૈત્રાયણી, કઠ, કપિષ્ઠલ અને વાજસ્નેયી.
➜ કૃષ્ણ યજુર્વેદમાં કુલ 86 શાખાઓ (સંહિતાઓ) આવેલી હતી, તેમાંથી આજે ચાર શાખાઓ જ મળે છે.
➜ તે જ પ્રમાણે શુક્લ યજુર્વેદમાં પણ 15 શાખાઓ (સંહિતાઓ) હતી, જે આજે બે જ છે.
➜ યજુર્વેદના બે બ્રાહ્મણ ગ્રંથો છે: તૈત્તિરીય અને શતપથ.
➜ બ્રાહ્મણ ગ્રંથોમાં સૌથી જૂનો (પ્રાચીન) ગ્રંથ શતપથ બ્રાહ્મણ ગ્રંથ છે.
➜ શુક્લ યજુર્વેદમાં પદ્ય સંહિતાઓ આવેલી છે, જ્યારે કૃષ્ણ યજુર્વેદમાં બંને ગદ્ય અને પદ્ય સંહિતાઓ છે.
➜ શુક્લ યજુર્વેદમાં આવેલ મઘ્યદિન સંહિતામાં વિશ્વપ્રસિદ્ધ "ગાયત્રી મંત્ર" અને "મહામૃત્યુંજય મંત્ર" પણ છે.
➜ શુક્લ યજુર્વેદમાં 40 અધ્યાયો છે.
➜ પ્રથમ 25 અધ્યાય પ્રચીન હોવાનું મનાય છે.
➜ અધ્યાય 31માં તત્વજ્ઞાન વિષયક પુરુષ સૂક્ત છે.
➜ બ્રાહ્મણો દ્વારા બોલવામાં આવતાં અને અતિ લોકપ્રિય "પુરુષસૂક્ત" છે.
➜ યજુર્વેદમાં યજુર્વેદ સંહિતા વૈદિક યુગમાં કરવામાં આવતા ધાર્મિક કાર્યો માટે યજ્ઞો કરવા માટેના મંત્રોનો સંગ્રહ છે.
➜ આ યજુર્વેદ સંહિતા માંથી ઘણા ધાર્મિક યજ્ઞો વિશે પણ માહિતી મળે છે. જેમ કે, અગ્નિહોત્ર, અશ્વમેઘ, વાજપેયી, સોમયજ્ઞ, રાજસૂય અને અગ્નિચયન.
➜ યજુર્વેદમાં યજુર્વેદ સંહિતા કદાચ જે છેલ્લે રચાયેલી રચના હતી, જે ઈ. સ. પૂર્વેની બીજી શતાબ્દીના અંત થી ઈ. સ. પૂર્વેની પ્રથમ શતાબ્દી સુધી લખાય હોવાનું મનાય છે.
➜ યજુર્વેદ સંહિતા માંથી આર્યોના સામાજિક, ધાર્મિક, રાજકીય તેમજ વર્ણવ્યવસ્થા વિશે પણ માહિતી મળે છે.
➜ આ યજુર્વેદમાં મોટાભાગે યજ્ઞો, હવનના નિયમો અને વિધાનો (નિયમો) નો સંગ્રહ છે, તેથી આ ગ્રંથ કર્મકાંડ લક્ષી છે.
➜ યજુર્વેદનો ઉપવેદ: ધનુર્વેદ.
➜ યજુર્વેદના ઉપનિષદો: બૃહદારણ્યક ઉપનિષદ, ઈશોપનિષદ, મૈત્રાયણી (મૈત્રી ઉપનિષદ), તૈત્તિરીયોપનિષદ, કઠ ઉપનિષદ (કઠોપનિષદ), શ્વેતાશ્વતર ઉપનિષદ.
...............................
...............................
યજુર્વેદ
ઉપનિષદો
ઉપવેદ
સંહિતા
કૃષ્ણ યજુર્વેદ
શુક્લ યજુર્વેદ
બ્રાહ્મણ ગ્રંથો
યજ્ઞ મંત્રો
શ્લોકો
ઋષાઓ
ગાયત્રી મંત્ર
મહામત્યુંજય મંત્ર
યજુર્વેદના ઉપનિષદો
યજુર્વેદ pdf
કૃષ્ણ યજુર્વેદ pdf
યજુર્વેદ ગુજરાતીમાં
શતપત બ્રાહ્મણ
યજુર્વેદ પરિષય
હવન મંત્રો
કર્મકાંડ યજ્ઞમાં પૂજાવિધિ
ચાર વેદો
હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથો
Yajurveda
Jajurved
Shukla Yajurveda
Krushn Yajurveda
shukl yajurved
krushn yajurved
vaidikyug
Vaidik Sanskrit
Yajurved Gujarati
Ved Puran
Yajurveda Hindu literature
types of Vedas
Yajurved written by
Jajurved meaning
Samhita of Shukla Yajurveda
Yajurved Gujarati
Yajurveda Gujarati
યજુર્વેદ ગુજરાતીમાં
Yajurveda Gujarati pdf
ved types yajurved
Yajurved overview
yajurved samhita
Yajurved ncert GCERT
Yajurveda NCERT GCERT
યજુર્વેદ ગુજરાતીમાં pdf
શુકલ યજુર્વેદમાં કેટલા અધ્યાયો છે?
યજુર્વેદના મંત્રોને શું કહે છે?
વૈદિક સાહિત્ય એટલે શું?
વેદો કેટલા છે અને કયા કયા?
વેદો અને ઉપવેદો કેટલા છે?
મુખ્ય ઉપનિષદો કેટલા છે?
વેદ ના રચયિતા કોણ છે?
શ્રુતિ સાહિત્ય એટલે શું?
સનાતન ધર્મમાં કેટલા વેદ છે?
વૈદિક એટલે શું?
સૂક્ત એટલે શું?
ઉપનિષદ કેટલા છે અને કયા કયા?
શ્રુતિ એટલે શું?
સ્મૃતિ એટલે શું?
ઋગ્વેદ યજુર્વેદ ગુજરાતીમાં
આર્ય સંસ્કૃતિ
વૈદિક સાહિત્ય
વૈદિક સંસ્કતિ
વૈદિક કાળ
વૈદિક યુગ
વૈદિક યુગમાં યજુર્વેદ
વૈદિક ગ્રંથો
વૈદિક મંત્રો
વૈદિક સામાજિક ધાર્મિક રાજકીય વ્યવસ્થા
ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ
ગુજરાતી ઇતિહાસ
ઇતિહાસ ઋગ્વેદ યજુર્વેદ ગુજરાતીમાં
ઇતિહાસ યજુર્વેદ