❃ સામવેદ | સંપૂર્ણ વૈદિક યુગ | વૈદિક સાહિત્ય | ઇતિહાસ વૈદિકકાળ | વૈદિક ધર્મ અને સંસ્કૃતિ | વેદો
» Part 6:
વૈદિક સાહિત્ય:
✔ સામવેદ:
➜ સામવેદમાં સામ એટલે ગાન (ગીત).
➜ સંસ્કૃત ભાષામાં સામ એટલે મધુર સંગીત.
➜ સામવેદનો અર્થ એવો પણ થાય છે કે જેના મંત્રોનું ગાયન પણ થઈ શકે અને સંગીતમય પણ હોય.
➜ યજ્ઞ, અનુષ્ઠાન કે હવન સમયે સામવેદના મંત્રોનું ગાન કરવામાં આવે છે.
➜ સામવેદ ચારેય વેદોમાં સૌથી નાનો ગ્રંથ છે.
➜ સામવેદ ચાર વેદોમાં ત્રીજા વેદ તરીકે ઓળખાય છે.
➜ સામવેદમાં 1875 મંત્રો છે.
➜ સામવેદમાં મૂળરૂપે 99 મંત્રો છે, બાકીના મંત્રો ઋગ્વેદ માંથી લેવામાં આવ્યા છે.
➜ સામવેદ મધુર મંત્રોનો સંગ્રહ છે.
➜ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે "वेदानां सामवेदोऽस्मि।" એટલે કે "વેદોમાં સામવેદ હું છું".
➜ સામવેદના મુખ્ય આરાધ્યક દેવતા સૂર્યદેવ છે. આમાં મુખ્યત્વે સૂર્યદેવની સ્તુતિના મંત્રો છે, પરંતુ તેમાં ઈન્દ્ર અને સોમદેવનું પણ વર્ણન જોવા મળે છે.
➜ સામવેદના પ્રથમ દ્રષ્ટા જૈમિની, વેદવ્યાસના શિષ્ય હતા.
➜ ભારતીય સંગીતમાં સામવેદએ મહત્વનું યોગદાન આપ્યું છે.
➜ ગીત સંગીતમાં સામવેદ અગ્રણી માનવામાં આવે છે.
➜ આર્યકાલીન સમયમાં સામવેદના શ્લોકો આર્યો દ્વારા ગાવામાં આવતાં હતાં.
➜ સામવેદની ગાવાની પદ્ધતિનું વર્ણન "નારદિયા શિક્ષા" ગ્રંથમાં જોવા મળે છે, જે આધુનિક ભારતીય સંગીતમાં "સા રે ગા મા પ ધ નિ સા" તરીકે ઓળખાય છે.
➜ જે આ "સા રે ગા મા પ ધ નિ સા" એવા સાત સ્વરોની ઉત્પતિ સામવેદ માંથી થઈ છે.
➜ તેથી આ વેદને ભારતીય સંગીતનો જન્મદાતા વેદ તરીકે ઓળખવામાં આવે છે.
➜ સામવેદને ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યનું મૂળ માનવામાં આવે છે.
➜ સામવેદને "સંગીતની ગંગોત્રી" કહેવામાં આવે છે.
➜ દ્રુપદરાગ જે સામવેદમાં છે, જે તાનસેને ગાયો હતો.
➜ સામવેદ જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગનો ત્રિવેણી સંગમ છે.
➜ સામવેદ અને ઋગ્વેદને પતિ-પત્નીના યુગલ તરીકે ઓળખવામાં આવે છે.
➜ સામવેદને ઋગ્વેદનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે.
➜ સામવેદ ઋગ્વેદની ૠચાઓનું ગાયન કરવા માટે રચાયેલો છે.
➜ સામવેદ ત્રણ ભાગમાં જોવા મળે છે: પ્રથમ ભાગમાં ઋગ્વેદના મંત્રો, બીજા ભાગમાં સામવેદના મંત્રો અને ત્રીજા ભાગમાં યજુર્વેદના મંત્રોના ગાયનનો સંગ્રહ.
➜ સામવેદની આ ઋચાઓ લય અને રાગ સાથે ગવાય છે.
➜ સામવેદના મંત્રોનું ગાયન કરનાર પુરોહિતને "ઉદગાતા" કે "ઉદ્ગીથ" કહેવામાં આવે છે.
➜ સામવેદનો ઉપવેદ "ગંધર્વ વેદ" છે.
➜ સામવેદ સંહિતાના બે ભાગ છે: (1) આર્ચિક (2) ગાન.
➜ સામવેદની ત્રણ શાખાઓ છે: (1) કૌથુમીય (2) રાણાયનીય (3) જૈમિનીય
➜ સામવેદના બે બ્રાહ્મણ ગ્રંથો છે: (1) પંચવિશ બ્રાહ્મણ (2) ષડ્વિશ બ્રાહ્મણ.
➜ સામવેદના બે ઉપનિષદ છે: (1) છાંદોગ્ય ઉપનિષદ (2) કેનોપનિશદ (તલવકાર ઉપનિષદ).
➜ છાંદોગ્ય ઉપનિષદ એ દસ સૌથી જૂના (પ્રાચીન) ઉપનિષદોમાં નવમાં નંબરનો અને સૌથી મોટો ગ્રંથ છે. આ ઉપનિષદ બ્રાહ્મણ જ્ઞાન માટે સૌથી વધુ પ્રચલિત છે.
➜ વેદોમાં સૌથી વધારે શાખાઓ સામવેદની છે, સામવેદની 1001 શાખાઓ છે.
➜ જેમ ઋગ્વેદના મંત્રોને ઋચા અને યજુર્વેદના મંત્રોનો યજુસ કહેવામાં આવે છે, તેમ સામવેદના મંત્રોને સામાનિ કે સામ કહેવામાં આવે છે.
➜ ઋગ્વેદમાં 21 જગ્યાએ સામાનિ (સામ) શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે.
➜ સામવેદનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ જોવા મળે છે, તે ભારતીય સંસ્કૃતિમાં પ્રથમ સ્થાન ધરાવે છે, પરંતુ તે વેદોમાં ત્રીજા સ્થાને છે.
.................................................
.................................................
સામવેદ
ઋગ્વેદ
યજુર્વેદ
અથર્વવેદ
સામવેદ in gujarati
સામવેદ વૈદિક સાહિત્ય
વૈદિક સાહિત્ય
ભારતીય સંસ્કૃતિ
ઇતિહાસ
સામવેદ ઇતિહાસ
સંગીતનો વેદ
ૠષાઓ
મંત્રો
બ્રાહ્મણ ગ્રંથો
આરણ્યકો
સામવેદ ગુજરાતી
વેદોમાં સામવેદ હું છું
ઉપનિષદો
ચાર વેદ in gujarati
સૌથી જૂનો વેદ
યજુર્વેદ pdf
અથર્વવેદ ની માહિતી
ઋગ્વેદ શ્લોક
અથર્વવેદ સંહિતા
ભારતના પ્રાચીન વેદ - ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ.
ગાયનનો વેદ
વેદો ઉપનિષદો
પ્રાચીન ગ્રંથો
વૈદિક યુગ આર્ય સંસ્કૃતિ
વૈદિક યુગ
સામવેદ ઉદ્ગાતાનો વેદ
ચાર વેદ pdf in gujarati
Samaved Gujarati ma pdf
Samaved
Samaveda
Sam Ved in Gujarati
Sam Veda in Gujarati
Samaveda in Gujarati
Rugved
Rugveda
Atharvaveda
Yajurved
Yajurveda
Upanishad
Ved
Read ved puran
Samaveda Samhita
Samaveda Mantra
Hindu Book Of Music - Samaveda
Veda of Chants
Rigveda, Samaveda, Yajurveda, Atharvaveda
History Vedic literature
Third Veda
Music Veda
Music ved
Vedic Sanskrit