❃ અથર્વવેદ | સંપૂર્ણ વૈદિક યુગ | વૈદિક સાહિત્ય | ઇતિહાસ વૈદિકકાળ | વૈદિક ધર્મ અને સંસ્કૃતિ | વેદો
» Part 7:
વૈદિક સાહિત્ય:
✔ અથર્વવેદ:
➜ અથર્વવેદ વેદોમાં સૌથી અંતિમ લખાયેલો માનવામાં આવે છે.
➜ ચાર વેદો પૈકીનો અંતિમ કે ચોથો વેદ એટલે અથર્વવેદ.
➜ અથર્વવેદમાં અથર્વ એટલે રોજિંદું જીવન કે દૈનિક જીવન અથવા જીવનની દૈનિક પ્રક્રિયાઓ.
➜ અથર્વવેદ એટલે જીવનની દૈનિક પ્રક્રિયાઓનું જ્ઞાન.
➜ અથર્વવેદ ને "કાળા વેદ" તરીકે પણ ઓળખવામાં આવે છે.
➜ અથર્વવેદમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી એવા જ્ઞાનનો સંગ્રહ છે.
➜ અથર્વવેદના શ્લોકો કે મંત્રોને ઋચાઓ કહેવામાં આવે છે.
➜ અથર્વવેદમાં કુલ 9 શાખાઓ હતી, જે હાલમાં ફક્ત 2 જ ઉપ્લબ્ધ છે:
(1) પિપ્પલાદ
(2) શૌનકિય
➜ અથર્વવેદની પિપ્પલાદ શાખાની હસ્તપ્રતો નાશ પામી હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ વર્ષ 1957માં ઓડિશા માંથી તાડપત્ર પર લખાયેલી સુસંગ્રહિત હસ્તપ્રત મળી આવી હતી.
➜ અથર્વવેદના ત્રણ ઉપનિષદો છે.
(1) મુંડકોપનિષદ
(2) માંડુક્યોપનિષદ
(3) પ્રશ્નોપનિષદ
➜ આપણા રાષ્ટ્રિય પ્રતીક અશોક સ્તંભની નીચે "સત્યમેવ જયતે" લખાયેલું છે, જેને રાષ્ટ્રીય આદર્શ વાક્ય માનવામાં આવે છે, તે "સત્યમેવ જયતે" વાક્ય મુંડકોપનિષદ માંથી લેવામાં આવ્યું છે.
➜ અથર્વવેદનો ઉપવેદ: શિલ્પવેદ.
➜ અથર્વવેદને કાળોવેદ કહેવાનું કારણ તેમાં જાદુટોણા અને મેલીવિદ્યા જેવી માહિતીઓ પણ છે. તેમજ તેમાં તંત્ર-મંત્ર, ભૂત-પ્રેત, પિશાચ વગેરે સંબંધિત ભયંકર શક્તિઓનો મહત્વનો સ્રોત છે. આથી, અમુક વિદ્વાનો આ ગ્રંથને વેદ તરીકે માન્યતા આપતાં નથી અને "કાળા વેદ" તરીકે ઓળખે છે.
➜ અથર્વવેદને "બ્રાહ્મણવેદ" પણ કહેવામાં આવે છે.
➜ અથર્વવેદમાં દેવતાઓની સ્તુતિઓની સાથે ચિકિત્સા, વિજ્ઞાન, તત્વજ્ઞાન વગેરે જોવા મળે છે.
➜ અથર્વવેદમાં મંત્રોની સાથે સાથે રોગોનું નિવારણ, વશીકરણ, રોગમુક્તિ, દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ, માનસિક અને શારીરિક શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્તિ, રાજ્યમાં શાંતિ, સમાજના પ્રશ્નો, વ્યક્તિગત પ્રશ્નો, આધ્યાત્મિક વિષયો વગેરેનું વર્ણન આ વેદમાં જોવા મળે છે.
➜ આ વેદ મનુષ્યની શાંતિ અને સમૃદ્ધિ સાથે સંકળાયેલો છે, તેમજ આ વેદ મનુષ્યની દૈનિક જીવનની પ્રક્રિયાઓ સાથે જોડાયેલો છે.
➜ અથર્વવેદમાં વિજ્ઞાન, આયુર્વેદ, જ્યોતિષ, શાસ્ત્રીય ગણિત, રસાયણશાસ્ત્ર, કોમ્પુટર વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, ભૂત-પ્રેત વગેરે સંબંધિત જ્ઞાન જોવા મળે છે.
➜ અથર્વવેદમાં અનેક પ્રકારની તબીબી પદ્ધતિઓનું વર્ણન જોવા મળે છે.
➜ અથર્વવેદમાં આયુર્વેદ વિજ્ઞાનનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે, તેથી અથર્વવેદને "આયુર્વેદ" પણ કહેવામાં આવે છે.
➜ "બેક્ટેરિયોલોજી" અને "ઔષધિઓ" વગેરે વિશેની માહિતીઓ અથર્વવેદ માંથી જ મળે છે.
➜ અથર્વવેદને "જનતાનો વેદ" પણ કહેવામાં આવે છે.
➜ એવું માનવામાં આવે છે કે અથર્વવેદની રચના "અથર્વ ઋષિ" અને "અંગિરસ" (અંગિરા) દ્વારા કરવામાં આવી છે, તેથી આ વેદને "અથર્વાંગીરસ વેદ" તરીકે પણ ઓળખવામાં આવે છે.
➜ અથર્વવેદમાં 731 સૂક્ત, 20 કાંડ (અઘ્યાય / સંહિતાઓ / સ્કંધ) અને લગભગ 5987 જેટલાં મંત્રો (ઋચાઓ) છે.
➜ અથર્વવેદમાં મંત્રો ઋગ્વેદ અને સામવેદ માંથી લેવામાં આવ્યા છે.
➜ આ અથર્વવેદમાં "સભા" અને "સમિતિ" ને પ્રજાપતિની બે પુત્રીઓ કહેવામાં આવી છે.
➜ અથર્વવેદનો એકમાત્ર બ્રાહ્મણ ગ્રંથ છે: ગોપથ.
➜ અથર્વવેદની ઋચાઓનું ગાયન કરનારને "બ્રહ્મમાં" કહેવામાં આવે છે.
➜ અથર્વવેદના 1 થી 7 કાંડ(અઘ્યાય)માં પ્રાર્થનાઓ, લાંબા આયુષ્ય માટેના મંત્રો, ઉપાયો, શ્રાપ, પ્રેમના મંત્રો, પાપોનું પ્રાયશ્ચિત વગેરે જોવા મળે છે.
➜ અથર્વવેદના 8 થી 12 કાંડ(અઘ્યાય)માં વૈશ્વિક સિદ્ધાંતો, લગ્નની પ્રાર્થનાઓ, અંતિમ સંસ્કારના મંત્રોચ્ચાર, ધાર્મિક મંત્રોચ્ચાર, વ્રતોનો મહિમા વગેરે જોવા મળે છે.
➜ અથર્વવેદ માંથી જાણવા મળે છે કે સમય જતા આર્યોમાં ભૂત-પ્રેત, આત્માઓ, તંત્ર-મંત્રોની માન્યતાઓ શરૂ થઈ હતી.
➜ અથર્વવેદમાં 12માં કાંડમાં આવતું "પૃથ્વી સૂક્ત" રાષ્ટ્રપ્રેમને પ્રેરતું હોવાથી અતિ લોકપ્રિય છે.
.......................................
.......................................
અથર્વવેદ
અથર્વવેદ pdf ગુજરાતી download
અથર્વવેદ સંહિતા
ઋગ્વેદ ગુજરાતીમાં pdf
Atharva veda in gujarati
સામવેદ,ઋગ્વેદ,અર્થવવેદ,યર્જુવેદ-આ ચાર વેદોનો મહિમા
હિંદુ ધર્મના ચાર વેદો
સૂક્તો
સંહિતા
ચાર વેદ
બ્રહ્મવિદ્યા
અધ્યાય
વેદ
કર્મકાંડ
અથર્વવેદ in gujarati
ઋગ્વેદ યજુર્વેદ સામવેદ વૈદિક સાહિત્ય
વૈદિક યુગ
આર્ય સંસ્કૃતિ
આર્ય યુગ
ગુજરાતીમાં અથર્વવેદ
જાદુ ટોનાનો વેદ
જાદુ ટોણાનો વેદ
કાળોવેદ
આયુર્વેદનો વેદ
અથર્વવેદ ઔષિધીઓ
બ્રહ્મવિદ્યા
ચાર વેદ pdf in gujarati
ઋગ્વેદ ગુજરાતીમાં pdf
વેદ અને ઉપનિષદ pdf
અથર્વવેદ સંહિતા
વેદો અને ઉપવેદો કેટલા છે?
વેદ અને ઉપનિષદ
સૌથી જૂનો વેદ
અથર્વવેદ pdf ગુજરાતી
Atharva veda in gujarati
Atharv Ved in Gujarati
Atharvaveda
Atharva Veda
Atharvana Veda
Atharvana Veda
Rigvedic
Sanskrit
Yajurveda
Mandukya Upanishad
Mundaka Upanishad
Prashna Upanishad
Atharvan
Angiras
Saunakiya Samhita
atharwan
Atharv veda
Vedic Sanskrit
Veda of magical formulas
Samhita
Paippalada
Atharvavedic
Vedic era of India
Vedas
Brahmana
Upanishads
Mundaka Upanishad
mantras
Mandukya Upanishad
Prashna Upanishad
Medicine and health care
Rigveda, Samaveda, Yajurveda, Atharvaveda
Ayurveda
Literature
Vedic period