★ વાઘેલા વંશ: અર્જુનદેવ વાઘેલા: ❃ ઈ. સ. 1262માં વિસલદેવ વાઘેલા અપુત્ર મૃત્યુ પામે છે. વિસલદેવ વાઘેલા પછી તેમના ભત્રીજાએ ઈ. સ. 1262માં શાસન સંભાળ્યું હતું. ❃ અર્જુનદેવ વાઘેલાએ ગિરનાર પર્વત પર પાર્શ્વનાથનું દેરાસર બંધાવ્યું હતું તથા તેમણે રેવતી કુંડનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. ❃ વેરાવળના મંદિરમાંથી એક શિલાલેખ પરથી મળેલ માહિતી મુજબ અર્જુનદેવ વાઘેલાના સમયમાં સોમનાથ દેવપત્તનમાં મુસલમાનોને મસ્જિદ બાંધવા અને નિભાવાની મંજુરી આપવામાં આવી હતી. સારંગદેવ: ❃ ઈ. સ. 1275માં અર્જુનદેવના મૃત્યુ પછી તેમના પુત્ર સારંગદેવ વાઘેલાએ પાટણની રાજગાદી સંભાળી હતી. ❃ વાઘેલા વંશના સૌથી પ્રતાપી રાજા તરીકે સારંગદેવ વાઘેલાની ગણના થાય છે. ❃ સારંગદેવ વાઘેલાએ 22 વર્ષ સુધી શાસન કર્યું હતું. ❃ સારંગદેવ વાઘેલાના સમયમાં વૈષ્ણવ ધર્મનો પ્રચાર - પ્રસાર ખૂબ મોટા પ્રમાણમાં થયો હતો. ❃ સારંગદેવ વાઘેલાએ માળવાના રાજાને હરાવી " માલવધરાનો ધૂમકેતુ " બિરુદ ધારણ કર્યુ હતું. ❃ દેવગિરિનો યાદવ રાજા રામચંદ્ર એ સારંગદેવ વાઘેલાનો સમકાલીન રાજા હતો. આ રામચંદ્ર અને સારંગદેવ વાઘેલા વચ્ચે યુદ્ધ થયું હતું. ❃ સારંગદેવ વાઘેલાના સમયમા સ...