કર્ણદેવ વાઘેલા (કર્ણદેવ બીજો): ❃ ઈ. સ. 1296માં સારંગદેવ વાઘેલાનું મૃત્યુ થતાં તેમનાં મોટાભાઈ રામદેવનો પુત્ર કર્ણદેવ વાઘેલાએ પાટણનું શાસન સંભાળ્યું હતું. ❃ કર્ણદેવ વાઘેલાને ઇતિહાસમાં રંગીન મિજાજી માનવામાં આવે છે. ❃ કર્ણદેવ વાઘેલાએ મહામંત્રી તરીકે માધવ નામના મંત્રીની નિમણૂંક કરી હતી. ❃ આ માધવ નામના મંત્રીની પત્ની ઉપર કર્ણદેવ વાઘેલાની નજર બગડે છે અને એક દિવસ માધવને કામ માટે કચ્છ જવાનું થાય છે ત્યારે કર્ણદેવ વાઘેલા દ્વારા માધવની પત્ની ઉપર જુલમ કરવામાં આવે છે અને જ્યારે માધવ મંત્રી પાછા ફરે છે ત્યારે તેમને આ સમગ્ર ઘટનાની જાણ થાય છે ત્યારે તેમણે બદલો લેવાનું નક્કી કરી લીધું હતું. ❃ માધવ મંત્રીએ કર્ણદેવ વાઘેલાની શાન ઠેકાણે લાવવા દિલ્લી જઈ ત્યાંના મુસ્લિમ સુલ્તાન અલાઉદ્દીન ખિલજીને ગુજરાત પર આક્રમણ કરી સંપત્તિ લૂંટી લેવા લોભ જગાડ્યો અને ગુજરાત પર આક્રમણ સમયે તેમને તમામ પ્રકારની મદદ મળી રહેશે તેમ જણાવ્યું હતું. ❃ ઈ. સ. 1298માં અલાઉદ્દીન ખિલજીએ તેમના બે સરદારો " ઉલુઘખાન " અને " નુસરતખાન " ને ગુજરાત પર આક્રમણ કરવા માટે મોકલ્યા. ❃ આ બંને સરદારો ઉલુઘખાન અને નુસરતખાન એ મુસ્લ...