Skip to main content
Showing posts with the label કુમારપાળ

ગુજરાતનો ઇતિહાસ | સોલંકી યુગ | અજયપાળ | મૂળરાજ બીજો | Gujarat No Itihas

અજયપાળ: ❃ અજયપાળ વિશે ઈતિહાસમાં સચોટ અને સંપૂર્ણ સત્ય હકીકત જાણી શક્યાં નહીં, તેમનો ઈતિહાસ વિવાદિત જ રહ્યો છે. ❃ કુમારપાળને પુત્ર ન હોવાથી તેમના નાનાભાઈ મહિપાલનો પુત્ર અજયપાળ સત્તા પર આવ્યો હતો. ❃ કુમારપાળની ગાદી મેળવવાની લાલચે તેના ભત્રીજા અજયપાળે તેમને ઝેર આપ્યું હતું અને કુમારપાળ મૃત્યું પામ્યો હતો. ❃ કુમારપાળથી વિપરીત અજયપાળે જૈન ધર્મનું રક્ષણ કર્યું ન હતું, તેમજ જૈન ઈતિહાસકારોએ તેમને નકારાત્મક રીતે રજૂ કર્યો છે, તેમજ જૈનો પર અત્યાસાર અને કુમારપાળને ઝેર આપવાનો આરોપ ઈતિહાસમાં સચોટ રીતે સત્ય જણાતું નથી. ❃ અજયપાળે જૈન ધર્મનું રક્ષણ કર્યું ન હતું. જૈન ઈતિહાસકારોએ તેમને ઈતિહાસમાં નકારાત્મક રીતે રજૂ કર્યા છે અને તેમના પર જૈનો પર અત્યાચાર કરવાનો અને કુમારપાળને ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો. ❃ જૈન ઈતિહાસકારોનો દાવો છે કે અજયપાળે સિંહાસન મેળવવા માટે કુમારપાળની હત્યા કરી હતી. ❃ જૈન ઈતિહાસકારો અજયપાળને કુમારપાળના ભત્રીજા અને મહિપાળના પુત્ર તરીકે દર્શાવ્યા છે. ❃ કવિ સોમેશ્વર અજયપાળના પુત્ર ભીમદેવ બીજાના સમકાલીન માનવામાં આવે છે, તેમના જણાવ્યા અનુસાર અજયપાળ એ  કુમારપાળના પુત્ર હતા. ❃ એ વાતની ...

ગુજરાતનો ઇતિહાસ | સોલંકી યુગ | કુમારપાળ | Gujarat No Itihas

કુમારપાળ : ❃ કુમારપાળને ભીમદેવ પહેલાની રાણી બકુલાદેવીનો વંશજ માનવામાં આવે છે. ❃ ગુજરાતની અસ્મિતાની વૃદ્ધિ કરનાર પ્રજાપ્રિય અને એક આદર્શ રાજા તરિકે ઓળખવામાં આવે છે. ❃ કુમારપાળ તેમના કુળની પરંપરા મુજબ શિવભક્ત હતો. ❃ કુમારપાળ શૈવધર્મનો અનુયાયી હોવા છતાં પણ જૈન ધર્મને સારું એવું માન આપતો હતો. ❃ હેમચંદ્રાચાર્યના પ્રભાવથી તેમણે જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો અને " પરમાર્હત " (પરમ આર્હત) નામનું બિરુદ મેળવ્યું હતું. ❃ કુમારપાળ જૈન ધર્મ પ્રત્યે ખૂબ જ પ્રીતિ ધરાવતો હતો. ❃ તેમનાં શાસન દરમિયાન ગુજરાતમાં જૈન ધર્મનો ફેલાવો થયો હતો અને તેઓ જૈન ગુરુ હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા. ❃ હેમચંદ્રાચાર્યના પ્રભાવ હેઠળ કુમારપાળે તેના રાજ્યમાં બધાં જ પ્રકારની જીવહત્યા પર પ્રતિબંધ મૂક્યો હતો. ❃ હેમચંદ્રાચાર્યની સલાહથી તેણે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. ❃ સોમનાથ મંદિરનું નિર્માણ કાર્ય, જે તેમના સમયનું સૌથી ભવ્ય અને સુંદર હતું. તેના ગુઢમંડપની છત લગભગ 34.5 ફૂટ છે, જે સમગ્ર ભારતમાં સૌથી વિશાળ છે. ❃ કુમારપાળે રાજસ્થાનના પાલીમાં પણ સોમનાથ મંદિરનું નિર્માણ કર્યું હતું. ❃ કુમારપાળે રાજ્યમાં દારૂબંધી,...
Ahir Career Academy Copyright © 2022