રામસર સાઈટ: ❃ પર્યાવરણની દ્રષ્ટિએ અનોખું સ્થાન અને ખૂબ અલગ હોઈ તેવો આદ્ર ભૂમિ (ભેજવાળા સ્થળો) ને રામસર સાઈટ તરીકે પસંદ કરવામાં આવે છે. ❃ રામસરએ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે. રામસર કંઝર્વેશન ભેજવાળી જમીનમાં સજીવોનું વૈવિધ્ય ધરાવતા સ્થળોને સંરક્ષિત કરવાની ભલામણ કરે છે. ❃ વિશ્વભરના પક્ષીઓની અનેક પ્રજાતિઓ ઋતુ પ્રમાણે વિવિધ દેશોમાંથી સ્થળાંતર (પ્રવાસ) કરે છે, ઈ. સ. 1960માં દશકમાં પ્રવાસી પક્ષીઓ વેટલેન્ડ પર આવતાં હોય તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ દેશો વચ્ચે મંત્રણા થઈ હતી. ❃ ત્યાર બાદ ઈ. સ. 1971માં ઈરાનના રામસર ગામે વિવિધ દેશોના નિષ્ણાતો વચ્ચે સંધિ થઈ, જેથી આ સંધિ " રામસર " તરીકે ઓળખાવા લાગી હતી. ❃ ભારતમાં સૌપ્રથમ રામસર સાઈટ તરીકે ઈ. સ. 1981માં ઓરિસ્સાનું ચિલ્કા સરોવર અને રાજસ્થાનનું કેવલાદેવ રાષ્ટ્રિય ઉદ્યાન નો સમાવેશ થયેલો છે. ❃ અત્યાર સુધીમાં ભારતનાં કુલ 49 સ્થળો નો રામસર સાઈટ તરીકે સમાવેશ થયેલો છે. ❃ દર વર્ષે 2 ફેબ્રુઆરીના દિવસે વર્લ્ડ વેટલેન્ડ ડે (આદ્ર ભૂમિ દિવસ) તરીકે ઉજવવામાં આવે છે. ❃ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 4 સ્થળો નો સમાવેશ રામસર સાઈટ તરીકે થયેલો છે. ❃ વર્ષ 20...