Skip to main content
Showing posts with the label ગુજરાતનોઇતિહાસ

ગુજરાતનો ઈતિહાસ | Part - 1 | ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ | Gujarat No Itihas

❃ ગુજરાતનો ઈતિહાસ:   Part-1: ઈતિહાસ: ➜ ગુજરાતના ઈતિહાસને જાણવા માટે તેને ત્રણ ભાગોમાં વિભાજીત કરાયો છે. (I) પ્રાચીન (II) મધ્યકાલીન (III) આધુનિક ➜ પ્રાચીન સમયગાળાને જાણવા માટે પણ તેને ત્રણ યુગમાં વિભાજન કરવામાં આવ્યું છે. (I) પ્રાગઐતિહાસિક (II) મધ્ય / આદ્ય ઐતિહાસિક (III) ઐતિહાસિક   ➜ પ્રાગઐતિહાસિક સમયગાળાને પણ ત્રણ ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે. (I) પુરાતન પાષાણકાળ (II) મધ્ય પાષાણકાળ (III) નૂતન પાષાણકાળ ★ પ્રાગઐતિહાસિક સમય: ➜ લખાણના આરંભ પહેલાનો સમય, ત્યારે માનવી લખતાં - વાંચતાં શીખ્યો ન હતો.  ➜ ગુજરાતમાંથી સૌપ્રથમવાર પ્રાગૈતિહાસિક સમયના અવશેષો ઈ. સ. 1893માં રોબર્ટ બ્રુસ ફૂટ નામના અંગ્રેજ ભૂસ્તરશાસ્ત્રીયએ વડોદરા રાજ્યના ભાગ ગણતાં વિજાપુર તાલુકાના સાબરમતી તટે આવેલા કોટ પેઢામલી (હાલ મહેસાણા જિલ્લામાં) ગામેથી પુરાતન પાષાણયુગના અવશેષો શોધી કાઢ્યા હતા. અહીંથી પથ્થરનાં બનેલા અવશેષો, ઓજારો મળી આવ્યા છે. ➜ ઈ. સ. 1941માં આ જ પ્રદેશના લાંઘણજ ખાતેથી પણ આવા ઓજારો મળી આવ્યા હતા.  ➜ આ યુગના અવશેષો ગુજરાતમાં ઓછા પ્રમાણમાં જોવા મળ્યા છે. ➜ પ્રાગઐતિહાસિક સમયના અવશેષો સાબર, મહી, રે...

ઈતિહાસના પ્રશ્નો જવાબ | ફટાફટ રિવિઝન | પરીક્ષામાં પૂછાયેલા અને પૂછાય શકે તેવા પ્રશ્નોનું રિવિઝન | Part 2 | Gujarat No Itihas

➥ ઈતિહાસના પ્રશ્નો જવાબ: Q. ભારતની આઝાદી સમયે કોંગ્રેસના અઘ્યક્ષ સ્થાને કોણ હતું? A. જે. બી. કૃપલાણી ➥ મેરઠ અધિવેશન, વર્ષ 1946, અઘ્યક્ષ જે.બી. કૃપલાણી Q. ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમાંકન કોણે કર્યું હતું? A. સિરિલ રેડક્લિફ  Q. હડપ્પા સભ્યતાની શોધ કોણે કરી હતી? A. દયારામ સાહની  Q. રામાયણ અને મહાભારતની રચના કયા સમયગાળા દરમિયાન થઈ હતી? A. આર્ય સમયગાળા દરમિયાન  Q. શિવાજીનો રાજ્યાભિષેક ક્યા થયો હતો? A. રાયગઢના કિલ્લામાં ➥ જન્મ: શિવનેરી કિલ્લામાં  Q. 1939મા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ત્રિપુરા અધિવેશનમા સુભાષ ચંદ્ર બોઝ ફરીથી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા, તેમણે આ ચૂંટણીમા ગાંધીજીના કયા ઉમેદવારને હરાવ્યા હતા? A. પટ્ટાભી સીતારમૈયા ➥ ત્યારબાદ સુભાષ ચંદ્ર બોઝ ટૂંક સમય સુધી અઘ્યક્ષ સ્થાને રહ્યા અને રાજીનામું આપી દીધું અને 22 જૂન, 1939ના રોજ ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી.  Q. નીચે આપેલ ઘટનાઓનો / આંદોલનોને સમયકાળ પ્રમાણે સાચા ક્રમમાં દર્શાવો. 1. રોલેટ એક્ટ 2. સવિનય કાનૂનભંગ 3. સાયમન કમીશનનો બહિષ્કાર 4. ભારત છોડો આંદોલન A. 1-3-2-4 ➥ રોલેટ એક્ટ 1919, સાયમન...

ગુજરાતનો ઇતિહાસ | સ્વતંત્ર સલ્તનત | સિકંદર શાહ | બહાદુરશાહ | Gujarat No Itihas

સિકંદરશાહ: • શાસન સમય: 2 મહિના અને 11 દિવસ ❃ ઈ.સ. 1526માં મુઝફ્ફરશાહ બીજાના અવસાન પછી સિકંદરશાહએ શાસન સાંભળ્યું હતું. ❃ મુઝફ્ફરશાહ બીજાએ જ તેમની હયાતીમાં તેમના વારસદાર તરીકે તેમના પુત્ર સિકંદરશાહને જાહેર કર્યો હતો, જેથી તેમનો બીજો પુત્ર બહાદુરખાન નારાજ થઈને ગુજરાત છોડી ચાલ્યો ગયો હતો. ❃ બહાદુરખાન મેવાડ(ચિત્તોડગઢ)ના રાજા રાણા સાંગા(રાણા સંગ્રામસિંહ)ને ત્યાં ગયો અને ત્યાં રાણા સાંગાએ શરણ આપી પરંતુ થોડા સમયમાં મનમુટાવ થતા તે ત્યાંથી દિલ્હી નીકળી ગયો. ❃ ત્યારે દિલ્હીમાં સુલ્તાન ઈબ્રાહિમ લોદી  હતો, જેમણે બહાદુરખાનને માન સાથે મહત્વનું પદ આપી દરબારમાં રાખ્યો હતો. ❃ આ સમયગાળા દરમિયાન સિકંદરશાહની હત્યા કરી નાખવામા આવી હતી. ❃ સિકંદરશાહ નિર્બળ અને ભોગવિલાસી હતો, તેથી તે ફક્ત 2 મહિના અને 11 દિવસ સુધી જ શાસન કરી શક્યો હતો. ❃ સિકંદરશાહની હત્યા તેમના જ દરબારી ઇમાદ-ઉલ-મુલ્ક ખુશ એ કરી હતી. ❃ ઇમાદ-ઉલ-મુલ્કે સિકંદરશાહના નાના ભાઈ નાસીરખાનને મહમુદશાહ બીજો નામકરણ કરીને ગાદી પર બેસાડ્યો હતો અને ઇમાદ-ઉલ-મુલ્ક રાજ્યની તમામ સત્તા સંભળાતો હતો. ❃ અન્ય દરબારીઓ ઇમાદ-ઉલ-મુલ્કની વિરોધમાં ગયા અને બહાદુરખા...

ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ઈશ્વર પાડવી

❃ ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ઈશ્વર પાડવી: => દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી => સંપૂર્ણ પરીક્ષાલક્ષી માહિતી => ગુજરાતના ઇતિહાસના બધા બનાવોની માહિતી => GPSC, GSSSB, GPSSB, PI/PSI, કોન્સ્ટેબલ - પોલીસ, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી વગેરે જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી. ~ પ્રાચીન ગુજરાત ~ મધ્યકાલીન ગુજરાત ~ અર્વાચીન ગુજરાત => પ્રાચીન ગુજરાત: • ગુજરાત: ઐતિહાસિક પરિચય • પ્રાગ - ઐતિહાસિક કાળ • સિંધુ અથવા હડપ્પીય સભ્યતા • પ્રારંભિક ઐતિહાસિક કાળ • મૌર્યકાળ • અનુમૌર્યકાળ અથવા મૌર્યત્તરકાળ • ગુપ્ત સામ્રાજ્ય • ગુજરાતમાં મૈત્રક શાસન • અનુમૈત્રકકાળ • ગુજરાતમાં સોલંકી વંશ • સોલંકી વંશનો પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ • સોલંકી વંશ: ગુજરાતનો સુવર્ણયુગ • વાઘેલા સોલંકી વંશ • સુદર્શન તળાવનો ઈતિહાસ  => મધ્યકાલીન ગુજરાત: • ગુજરાતમાં મુસ્લિમ સત્તા • દિલ્લી સલ્તનતની ગુજરાતમાં સત્તા • ગુજરાત સલ્તનત યુગ • મુઘલ યુગ • અકબરના સમયમાં ગુજરાત • જહાંગીરના સમયમાં ગુજરાત • શાહજહાં • ઔરંગઝેબ • ગુજરાતમાં મરાઠાઓ • અંગ્રેજોનો ગુજરાતમાં પગપેશારો  => આર્વાચીન: • આર્વાચીન યુગનો ઉદય • 185...
Ahir Career Academy Copyright © 2022