તુઘલક(તઘલક/તઘલખ) વંશ: સમયગાળો: ઈ. સ. 1320 સ્થાપક: ગ્યાસુદ્દીન તુઘલક અંતિમ સુલતાન: નાસીરુદ્દીન મહંમદ તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક: (ઈ. સ. 1320-1325) ❃ ઈ. સ. 1320માં ગાઝી મલિકે " ગ્યાસુદ્દીન તુઘલક " નામ ધારણ કરી તુઘલક વંશની સ્થાપના કરી. ❃ ગ્યાસુદ્દીન તુઘલકે મલિક તાજુદ્દીનને " ઝફરખાન "નો ખિતાબ આપીને ગુજરાતના ગવર્નર તરીકે તેમની નિમણૂંક કરી હતી. મહમદ બિન તુઘલક (મહંમદ બિન તઘલક): (ઈ. સ. 1351-1388) ❃ ઈ. સ. 1325માં ગ્યાસુદ્દીન તુઘલક પછી દિલ્લીની ગાદીએ " મહમદ બિન તુઘલક " આવ્યો હતો. ❃ મહમદ બિન તુઘલકના શાસન દરમિયાન જ ગુજરાતમાં મુસ્લિમ સ્થાપત્યનો વિકાસ થયો હતો. ❃ મહમદ બિન તુઘલક પોતાની તરંગી યોજનાઓને કારણે ઈતિહાસમાં " તરંગી સુલતાન " તરીકે જાણીતો છે. ❃ મહમદ બિન તુઘલકએ રાજધાની દિલ્હી થી દોલતાબાદ બદલાયેલી અને સાંકેતિક મુદ્રાઓનું ચલણ શરૂ કરાવ્યું હતું. ❃ મહમદ બિન તુઘલકે તાંબાના સિક્કા અમલમાં મૂક્યા હતા, તેના સમયમાં આરબ મુસાફર ઈબ્નબતુતા ભારતમાં આવ્યો હતો. ❃ " અમીર પ્રજાનો ગરીબ સુલતાન " તરીકે પણ મહમદ બિન તુઘલકને ઓળખવામાં આવે છે. ❃ મહમદ બિન તુઘલક પેહલો એવો...