Skip to main content
Showing posts with the label ત્રિભુવનપાળ

ગુજરાતનો ઇતિહાસ | સોલંકી યુગ | ત્રિભુવનપાળ | સોલંકી વંશની વંશાવલી | Gujarat No Itihas

ત્રિભુવનપાળ: • સોલંકી વંશનો અંતિમ શાસક ❃ ઈ.સ. 1242માં ભીમદેવ બીજાના મૃત્યુ પછી તેમનો પુત્ર ત્રિભુવનપાળ પાટણની સત્તા સંભાળે છે. ❃ ત્રિભુવનપાળનો એકમાત્ર શિલાલેખ મહેસાણા જિલ્લાના કડી ખાતેથી મળી આવ્યો છે. ❃ ત્રિભુવનપાળ અને ભીમદેવ બીજા વચ્ચે શું સંબંધ હતો તે તેમના શિલાલેખ પરથી સ્પષ્ટ માહિતી મળતી નથી, પરંતુ તેમના કેટલાંક દાનપત્રમાં " શ્રી મલહિદેવદાનુધ્યાત મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી ત્રિભુવનપાળ " આ પરથી સ્પષ્ટ કહી ન શકાય કે ત્રિભુવનપાળએ ભીમદેવ બીજાનો પુત્ર હશે. અત્યાર સુધી તેમને પિતા - પુત્રના સંબંધથી જ જોડાયેલા છે, તેમ માનવામાં આવે છે. ❃ ત્રિભુવનપાળના શાસન સમયમાં મેવાડ ના રાજા જૈત્રસિંહ નો સેનાપતી બાલાર્ક ત્રિભુવનપાળ સાથેનાં યુદ્ધમાં હણાયો હતો. ❃ ત્રિભુવનપાળે સેનાપતી પદે વિસલદેવ વાઘેલા ની નિમણૂંક કરી હતી. વિસલદેવએ લવણપ્રસાદના પુત્ર વીરધવલનો પુત્ર હતો. ❃ ધોળકાના રાણા વિસલદેવ વાઘેલા અણહિલવાડની ગાદી સંભાળતા હતા, જે ચાલુક્ય વંશ ની જ બીજી શાખાના હતાં. ❃ વાઘેલા વંશનો પહેલો પુરુષ એટલે " વીરધવલ " કે જેમણે રાજા કુમારપાળની માત્રૃપક્ષની કન્યા સાથે લગ્ન કર્યા હતા. ❃ વાઘેલા દરબ...
Ahir Career Academy Copyright © 2022