કુમારપાળ : ❃ કુમારપાળને ભીમદેવ પહેલાની રાણી બકુલાદેવીનો વંશજ માનવામાં આવે છે. ❃ ગુજરાતની અસ્મિતાની વૃદ્ધિ કરનાર પ્રજાપ્રિય અને એક આદર્શ રાજા તરિકે ઓળખવામાં આવે છે. ❃ કુમારપાળ તેમના કુળની પરંપરા મુજબ શિવભક્ત હતો. ❃ કુમારપાળ શૈવધર્મનો અનુયાયી હોવા છતાં પણ જૈન ધર્મને સારું એવું માન આપતો હતો. ❃ હેમચંદ્રાચાર્યના પ્રભાવથી તેમણે જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો અને " પરમાર્હત " (પરમ આર્હત) નામનું બિરુદ મેળવ્યું હતું. ❃ કુમારપાળ જૈન ધર્મ પ્રત્યે ખૂબ જ પ્રીતિ ધરાવતો હતો. ❃ તેમનાં શાસન દરમિયાન ગુજરાતમાં જૈન ધર્મનો ફેલાવો થયો હતો અને તેઓ જૈન ગુરુ હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા. ❃ હેમચંદ્રાચાર્યના પ્રભાવ હેઠળ કુમારપાળે તેના રાજ્યમાં બધાં જ પ્રકારની જીવહત્યા પર પ્રતિબંધ મૂક્યો હતો. ❃ હેમચંદ્રાચાર્યની સલાહથી તેણે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. ❃ સોમનાથ મંદિરનું નિર્માણ કાર્ય, જે તેમના સમયનું સૌથી ભવ્ય અને સુંદર હતું. તેના ગુઢમંડપની છત લગભગ 34.5 ફૂટ છે, જે સમગ્ર ભારતમાં સૌથી વિશાળ છે. ❃ કુમારપાળે રાજસ્થાનના પાલીમાં પણ સોમનાથ મંદિરનું નિર્માણ કર્યું હતું. ❃ કુમારપાળે રાજ્યમાં દારૂબંધી,...