Skip to main content
Showing posts with the label પ્રજાસત્તાકદિવસ

પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીએ જ કેમ? | 73મો પ્રજાસત્તાક દિવસ, 2022 | રાજ્ય કક્ષાએ પ્રજાસત્તાક દિવસ | પુરસ્કાર

પ્રજાસત્તાક દિવસ(ગણતંત્ર દિવસ): ❃ 26મી જાન્યુઆરી, 1950ના દિવસે દેશનું સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું. ❃ ભારતને 15મી ઓગસ્ટ 1947ના રોજ તેની આઝાદી મળી હતી અને 26મી જાન્યુઆરી 1950 સુધી બંધારણ(સંવિધાન) ન હતું.  ❃ 26મી જાન્યુઆરી, 1950ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી પ્રજાસત્તાક દિવસ(ગણતંત્ર દિવસ)નું સન્માન કરવામાં આવે છે. ❃ ભારતીય સંવિધાન સભા દ્વારા 26મી નવેમ્બર 1949માં સંવિધાનનો અમલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમને 26મી જાન્યુઆરી 1950થી લાગુ કરવામાં આવ્યું હતું.  26મી જાન્યુઆરી જ કેમ? ❃ 26મી જાન્યુઆરી, 1930ના દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ જાહેર કર્યું હતું. ત્યારબાદ 20 વર્ષ પછી આ દિવસે સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું. પૂર્ણ સ્વરાજ જાહેર થયાના દિવસને મહત્વ આપવા માટે આ દિવસ પસંદ કરી સંવિધાન(બંધારણ) લાગુ કર્યું અને આ 26મી જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક(ગણતંત્ર) દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ❃ 26મી જાન્યુઆરી, 1950ના દિવસે આપણો દેશ એક સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, સમાજવાદી અને લોકશાહી, પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, એટલે કે ભારત હવે સ...
Ahir Career Academy Copyright © 2022