❃ ભારતનું બંધારણ | ઉદભવ અને વિકાસ | સંપૂર્ણ ભારતનું બંધારણ ભાગ-4 ★ Part: 4 ભારતીય બંધારણ - ઉદભવ અને વિકાસ » ભારતમાં બ્રિટીશ તાજનું શાસન (1858-1947): ✔ ભારત શાસન અધિનિયમ, 1935: ➜ Government of India Act, 1935. ➜ ભારતમાં પૂર્ણ જવાદાર સરકારની રચના કરવામાં આવી. ➜ ભારત શાસન અધિનિયમ, 1935 અતંર્ગત પુરુષો અને મહિલાઓને સમાન મતાધિકાર આપવામાં આવ્યો. ➜ ભારત શાસન અધિનિયમ, 1935 મુજબ પ્રાંતોમાં દ્વૈધશાસન પ્રણાલીનો અંત કરી પ્રાંતોને સ્વાયત્તતા આપવામાં આવી. ➜ પ્રાંતોમાંથી દ્વૈધશાસન પ્રણાલી રદ કરવામાં આવી અને કેન્દ્રમાં દાખલ કરવામાં આવી. ➜ પરંતુ કેન્દ્રમાં આ વ્યવસ્થા ક્યારેય દાખલ થઈ નહીં. ➜ પ્રાંતોને સ્વાયત્તા પ્રદાન કરવામાં આવી. ➜ પ્રાંતો વાઈસરોયના નિયંત્રણ માંથી મુક્ત થયા અને પ્રત્યક્ષ રીતે બ્રિટીશ તાજના નિયંત્રણ હેઠળ આવ્યા. ➜ પ્રાંતોમાં બ્રિટીશ તાજનો પ્રતિનિધિ બધા કાર્યોનું સંચાલન તેમજ નિયંત્રણ કરતો. ➜ પ્રાંતોનું સંપૂર્ણ શાસન ગવર્નરને પોતાના હાથમાં લેવાની સત્તા મળી. ➜ આ કાયદા હેઠળ 11 પ્રાંતોમાંથી 6 પ્રાંતોમાં દદ્વિગૃહી ધારાસભા(દ્વીસદનીય)ની રચના કરવામાં આવી. ➜ જેમાં બંગાળ, મદ...