સિકંદરશાહ: • શાસન સમય: 2 મહિના અને 11 દિવસ ❃ ઈ.સ. 1526માં મુઝફ્ફરશાહ બીજાના અવસાન પછી સિકંદરશાહએ શાસન સાંભળ્યું હતું. ❃ મુઝફ્ફરશાહ બીજાએ જ તેમની હયાતીમાં તેમના વારસદાર તરીકે તેમના પુત્ર સિકંદરશાહને જાહેર કર્યો હતો, જેથી તેમનો બીજો પુત્ર બહાદુરખાન નારાજ થઈને ગુજરાત છોડી ચાલ્યો ગયો હતો. ❃ બહાદુરખાન મેવાડ(ચિત્તોડગઢ)ના રાજા રાણા સાંગા(રાણા સંગ્રામસિંહ)ને ત્યાં ગયો અને ત્યાં રાણા સાંગાએ શરણ આપી પરંતુ થોડા સમયમાં મનમુટાવ થતા તે ત્યાંથી દિલ્હી નીકળી ગયો. ❃ ત્યારે દિલ્હીમાં સુલ્તાન ઈબ્રાહિમ લોદી હતો, જેમણે બહાદુરખાનને માન સાથે મહત્વનું પદ આપી દરબારમાં રાખ્યો હતો. ❃ આ સમયગાળા દરમિયાન સિકંદરશાહની હત્યા કરી નાખવામા આવી હતી. ❃ સિકંદરશાહ નિર્બળ અને ભોગવિલાસી હતો, તેથી તે ફક્ત 2 મહિના અને 11 દિવસ સુધી જ શાસન કરી શક્યો હતો. ❃ સિકંદરશાહની હત્યા તેમના જ દરબારી ઇમાદ-ઉલ-મુલ્ક ખુશ એ કરી હતી. ❃ ઇમાદ-ઉલ-મુલ્કે સિકંદરશાહના નાના ભાઈ નાસીરખાનને મહમુદશાહ બીજો નામકરણ કરીને ગાદી પર બેસાડ્યો હતો અને ઇમાદ-ઉલ-મુલ્ક રાજ્યની તમામ સત્તા સંભળાતો હતો. ❃ અન્ય દરબારીઓ ઇમાદ-ઉલ-મુલ્કની વિરોધમાં ગયા અને બહાદુરખા...