Skip to main content
Showing posts with the label મહમદબેગડો

ગુજરાતનો ઇતિહાસ | સ્વતંત્ર સલ્તનત | મહમદ બેગડો | Gujarat No Itihas

નસીરુદ્દીન મહેમૂદશાહ(મહમદ બેગડો): મૂળ નામ: ફતેહખાન (ફત્હખાન) ઓળખ: ગુજરાતનો અકબર ❃ ગુજરાતના ઈતિહાસમાં પ્રખ્યાત નામ: મહમદ બેગડો (મહમૂદશાહ બેગડો / મહંમદ બેગડો / મહમૂદ બેગડો) શાસનકાળ: ઈ. સ. 1458 થી 1513 સુધી 54 વર્ષનું લાંબુ શાસન કર્યું હતું. ❃ ગ્યાસુદ્દીન મહંમદશાહનો પુત્ર મહમદ બેગડો હતો. ❃ જ્યારે તેમણે શાસન સંભાળ્યુ ત્યારે તે માત્ર 13 વર્ષનો જ હતો. ❃ શાસન સંભાળ્યું ત્યારે તેમણે " અબુલફત્હ મહમૂદશાહ " નામ ધારણ કર્યું હતું. ❃ સુલ્તાન અબુલ ફત્હ નસિરુદ્દીન મહેમુદશાહ પહેલો એ ઈતિહાસમાં " મહમદ બેગડો "ના નામથી પ્રસિદ્ધ થયો. ❃ ઈ. સ. 1464માં વર્તમાન વલસાડ જિલ્લામાં આવેલ પારડીના હિન્દુ રાજા દ્વારા ચાંચિયાગીરી કરતો હોવાનું જાણવા મળ્યું ત્યારે મહમદ બેગડાએ તેમનાં પર આક્રમણ કરી તેમને વર્તન સુધારવું અને ખંડણી આપવાની શરતે છોડ્યો હતો. ❃ મહમદ બેગડોએ તેમનાં સમયગાળા દરમિયાન ફિરંગીઓનું દમન કર્યું, લૂંટફાટ અને ચાંચિયાઓને નહિવત કર્યા હતા અને શાંતિ સ્થાપી હતી. ❃ મહમદ બેગડાનો સમકાલીન જુનાગઢનો ચુડાસમા વંશનો રાજા રા' માંડલિક હતો. ❃ મહમદ બેગડાએ જુનાગઢ પર ત્રણ વખત આક્રમણ કર્યું હતું...
Ahir Career Academy Copyright © 2022