કર્ણદેવ સોલંકી (કર્ણદેવ પહેલો): ❃ કર્ણદેવ સોલંકીએ ભીમદેવ પહેલો અને રાણી ઉદયમતીનો પુત્ર હતો. ❃ ભીમદેવ પહેલાના મોટા પુત્ર મૂળરાજનું અકાળે મૃત્યુ થતા નાનો પુત્ર કર્ણદેવ સોલંકી પાટણની રાજગાદી સંભાળે છે. ❃ કર્ણદેવ સોલંકીના સમયમાં અમદાવાદ નજીક આશાપલ્લી (અસારવા/આશાવલ) પર આશાવલ ભીલ સરદાર આશાનું શાસન હતું. ❃ આશા ભીલ, ભીલોનો એ મોટો સરદાર હતો, તેની પાસે મોટું લશ્કર હતું. ❃ કર્ણદેવ સોલંકીએ આશા ભીલ સરદારને હરાવીને ત્યાં " કર્ણાવતી " નામે નગરની સ્થાપના કરી હતી. ❃ કર્ણદેવ સોલંકીએ લાટ પ્રદેશ જીત્યા બાદ " ત્રૈલોક્યમલ્લ " નું બિરૂદ ધારણ કર્યું હતું. ❃ કર્ણદેવ સોલંકીના લગ્ન કર્ણાટકના ચંદ્રપુરના રાજા જયકેશીની પુત્રી મયણલ્લાદેવી (મીનળદેવી) સાથે થયા હતા. ❃ મીનળદેવીનું મૂળ નામ "મયણલ્લાદેવી" હતું. ❃ કાશ્મીરના કવિ બિલ્હણ દ્વારા " કર્ણસુંદરી " નાટિકાની રચના કરવામાં આવી હતી. જેમાં કર્ણદેવ સોલંકી અને મયણલ્લાદેવી (મીનળદેવી)ની પ્રણય કથાની રચના કરવામાં આવી છે. તેમાં કર્ણસુંદરી નામે રાણી મયણલ્લાનો ઉલ્લેખ કર્યો છે. ❃ કર્ણદેવ સોલંકી અને રાણી મયણલ્લાદેવી (મીનળદેવી)ને ત્યા પુત્...