સંપૂર્ણ મુઘલ સામ્રાજ્ય | મુઘલ શાસકો | ઈતિહાસ | બાબર | હુમાયુ | શેરશાહ સૂરી | અકબર | જહાંગીર | શાહજહાં | ઔરંગઝેબ
★ સંપૂર્ણ મુઘલ સામ્રાજ્ય ભાગ - 1: ❃ મુઘલ સામ્રાજ્ય ➥ સ્થાપના: ઈ. સ. 1526માં બાબરે કરી હતી. ➥ મૂળ નામ: ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર ✔ મુઘલ શાસકો: ★ બાબર: (ઈ.સ. 1526-1530) ➥ ફારસી અને અરબી ભાષાનો જાણકાર, પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો. ➥ બાબરે તેમની આત્મકથા " તુઝુક - એ - બાબરી " ( બાબરનામા ) લાખી હતી. ★ હુમાયુ: (ઈ. સ. 1530-1540 અને ઈ. સ. 1555-1556) ➥ હુમાયુનો અર્થ નસીબદાર થાય છે. ➥ હુમાયુના ગુજરાતના સુલતાન બહાદુરશાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા હતા. ➥ કનોજના યુદ્ધમાં શેરશાહએ હુમાયુને હરાવી ભારત બહાર હાંકી કાઢ્યો હતો. ➥ હુમાયુ ઈરાન ચાલ્યો ગયો અને ઈરાનના શહેનશાહની મદદથી ઈ. સ. 1545માં કંદહાર અને કાબુલ જીતી લીધા અને ઈ. સ. 1555માં ભારત પર પુનઃ સત્તા સ્થાપિત કરી હતી. ★ શેરશાહ સૂરી: (ઈ. સ. 1540-1545) ➥ શેરશાહ અફઘાનવંશનો મુસ્લિમ હતો. ➥ મૂળનામ: ફરીદખાં ➥ હુમાયુને હરાવી ભારત પર સત્તા સ્થાપિત કરી. ➥ સુધારક અને ન્યાયપ્રિય શાસક. ➥ ડાકુ, લુંટારાઓને અંકુશમાં લઈ શાંતિ સ્થાપી. ➥ નવી ટપાલ વ્યવસ્થા ઉભી કરી. ➥ વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળા ઓ બંધાવી. ➥ રૂપિયા...