મુઝફ્ફરશાહ બીજો: • શાસન સમય: ઈ. સ. 1511 થી 1526 સુધી. • મૂળ નામ: ખલીલખાન • ઓળખ: સંત સુલતાન ❃ મહમદ બેગડાએ તેમનો ચોથો અને સૌથી નાનો પુત્ર ખલીલખાનને ગાદી વારસ તરીકે પહેલેથી જ જાહેર કર્યો હતો. ❃ મહમદ બેગડાના સમયે તે સૌરાષ્ટ્ર અને જુનાગઢના સૂબેદાર તરીકે કામ કરતો હતો. ❃ મહમદ બેગડાનુ મૃત્યુ થતા તેમના પુત્ર ખલીલખાને " મુઝફ્ફરશાહ બીજા "(શમ્સ-ઉદ-દીન મુઝફ્ફરશાહ બીજો)નો ખિતાબ ધારણ કરી ઈ. સ. 1511માં શાસન સંભાળ્યુ હતુ, ત્યારે તે 27 વર્ષનો હતો. ❃ મહમદ બેગડાએ તો ખલીલખાને વારસદાર જાહેર કર્યો હતો પરંતુ તેમને ગાદી મેળવવામાં મલિક ગોપી, મલિક સારંગ અને રસીદ-ઉલ-મુલ્કે ખૂબ મદદ કરી હતી, તેથી ખલીલખાને તેમને તેમના શાસનકાળ દરમિયાન ઉચ્ચ હોદ્દા પર નિમ્યા હતા. ❃ મુઝફ્ફરશાહ બીજાએ વડોદરાની નજીક દૌલતાબાદ નામનું નગર વસાવ્યું હતું. ❃ મુઝફ્ફરશાહ બીજો ખૂબ ભલો અને પવિત્ર વ્યક્તિ હતો, લોકો તેમની ગણના સંત સુલતાન તરીકે કરતાં હતાં. ❃ મુઝફ્ફરશાહ બીજો વિદ્ધાન, સંયમી અને પવિત્ર સુલતાન હતો, સાથે તે ખૂબ જ શક્તિશાળી અને યુદ્ધમાં પણ કુશળ હોવાને કારણે તેમણે માળવા, ઈડર અને ચિત્તોડગઢ પર વિજય મેળવ્યો હતો. ❃ મુઝફ્ફરશાહ બીજાને ક...