★ સોલંકી યુગ: ❃ સ્થાપક: મૂળરાજ સોલંકી (ઈ.સ. 942 માં) ❃ રાજધાની: અણહિલપુર પાટણ સોલંકી રાજાઓએ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઘડતરમાં ઘણો બધો ફાળો આપ્યો તેથી સોલંકી યુગને " ગુજરાતનો સુવર્ણયુગ " કહેવામાં આવે છે. મૂળરાજ સોલંકી (મૂળરાજ પ્રથમ): ❃ સોલંકી યુગની શરૂઆત મૂળરાજ સોલંકીથી થઈ હતી. ❃ કન્નોજના રાજા ભૂવડના વંશજોમાં રાજા રાજા મુંજાલદેવને ત્રણ પુત્રો હતા તેમાં રાજ, બીજ અને દંડ. ❃ તેઓ સોમનાથની યાત્રાએ જાય છે ત્યારે પાછા ફરતી વખતે પાટણ (અણહિલપુર) મા રોકાઈ જાય છે, ત્યારે મુંજાલદેવના પુત્ર રાજની અશ્વ પરખ જોઈને અણહિલપુરના રાજા સામતસિંહ ખુશ થઈ જાય છે અને તેમની બહેન લીલાદેવીના લગ્ન રાજ (રાજકુમાર) સાથે કરે છે. ❃ મૂળરાજ સોલંકી તે રાજ અને લીલાદેવી નો પૂત્ર હતો, મૂળરાજનો જન્મ મૂળ નક્ષત્રમા થયો તેથી તેમનું નામ મૂળરાજ રાખ્યું હતું. ❃ લીલાદેવી અને રાજનું અકાળે અવસાન થવાથી મૂળરાજ સોલંકી તેમનાં મામા સામતસિંહના ઘરે મોટો થાય છે. ❃ સામતસિંહ ખૂબ જ દારૂ પીતા હતા, દારૂના વ્યસનથી અનેક વખત તે નશામા મૂળરાજને ગાદીએ બેસાડી દે છે અને નશો ઉતરતા તે રાજગાદીએથી ઉઠાડી દે, આવી મશ્કરી રોજ થતી. ❃ સામતસિંહની આવી મશ્...