અજયપાળ: ❃ અજયપાળ વિશે ઈતિહાસમાં સચોટ અને સંપૂર્ણ સત્ય હકીકત જાણી શક્યાં નહીં, તેમનો ઈતિહાસ વિવાદિત જ રહ્યો છે. ❃ કુમારપાળને પુત્ર ન હોવાથી તેમના નાનાભાઈ મહિપાલનો પુત્ર અજયપાળ સત્તા પર આવ્યો હતો. ❃ કુમારપાળની ગાદી મેળવવાની લાલચે તેના ભત્રીજા અજયપાળે તેમને ઝેર આપ્યું હતું અને કુમારપાળ મૃત્યું પામ્યો હતો. ❃ કુમારપાળથી વિપરીત અજયપાળે જૈન ધર્મનું રક્ષણ કર્યું ન હતું, તેમજ જૈન ઈતિહાસકારોએ તેમને નકારાત્મક રીતે રજૂ કર્યો છે, તેમજ જૈનો પર અત્યાસાર અને કુમારપાળને ઝેર આપવાનો આરોપ ઈતિહાસમાં સચોટ રીતે સત્ય જણાતું નથી. ❃ અજયપાળે જૈન ધર્મનું રક્ષણ કર્યું ન હતું. જૈન ઈતિહાસકારોએ તેમને ઈતિહાસમાં નકારાત્મક રીતે રજૂ કર્યા છે અને તેમના પર જૈનો પર અત્યાચાર કરવાનો અને કુમારપાળને ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો. ❃ જૈન ઈતિહાસકારોનો દાવો છે કે અજયપાળે સિંહાસન મેળવવા માટે કુમારપાળની હત્યા કરી હતી. ❃ જૈન ઈતિહાસકારો અજયપાળને કુમારપાળના ભત્રીજા અને મહિપાળના પુત્ર તરીકે દર્શાવ્યા છે. ❃ કવિ સોમેશ્વર અજયપાળના પુત્ર ભીમદેવ બીજાના સમકાલીન માનવામાં આવે છે, તેમના જણાવ્યા અનુસાર અજયપાળ એ કુમારપાળના પુત્ર હતા. ❃ એ વાતની ...