અકબર: • મૂળ નામ: જલાલુદ્દીન મોહમ્મદ અકબર • જન્મ: ઉમરકોટ, રાજપૂતાના રાણા વીરસાલના મહેલમાં (હાલમાં સિંધ, પાકિસ્તાન) ❃ ઈ. સ.1542માં હુમાયુ અને હમિદાનું સિંધમાં " અમરકોટ " ( ઉમરકોટ )ના હિન્દુ રાજપુત રાજાના મહેલમાં રોકાણ દરમિયાન ત્યાં અકબરનો જન્મ થાય છે. ❃ મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન સુપ્રસિદ્ધ બાદશાહ હતો. ❃ જન્મ સમયે તેમનું નામ બદરૂદીન રાખવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ હુમાયુએ પુત્રનું નામ બદલીને જલાલુદીન મોહમ્મદ (પાછળથી અકબર) રાખ્યું હતું. ❃ ઈ.સ. 1556માં અકબરનો રાજ્યાભિષેક વઝીર બૈરમખાન ની દેખરેખ હેઠળ પંજાબના ગુરુદાસપુરના કાલનૌર ગામે થયો હતો. ત્યારે અકબર તેમના વઝીર બૈરમખાનના સંરક્ષણ નીચે હતો. ❃ ઇ.સ.1556માં અકબરની સરદારી નીચે હેમુના સૈન્ય સામેના પાણીપતના દ્વિતીય યુદ્ધ માં હેમુનો પરાજય થયો અને ભારતમાં અકબરના હાથે મુઘલ સત્તાની પુન: સ્થાપના થઈ. ❃ બૈરમખાને સત્તાના જોશમાં આવીને અકબરની અવગણના કરતાં અકબરે બૈરમખાનને મક્કા હજ કરવા માટે મોકલી દીધો અને રાજ્યની ધૂરા પોતાના હાથમાં લીધી. ❃ માર્ગમાં બૈરમખાને અકબર સામે બળવો કર્યો અને તેમાં તેનો પરાજય થયો પરંતુ બૈરામખ...