સૌપ્રથમવાર ગાંધીજીની તસ્વીર ભારતીય રૂપિયાની નોટ પર ક્યારે છપાઈ હતી? | ભારતીય રૂપિયાની ચલણી નોટ | ચલણી નોટો વિશે પૂછતાં પ્રશ્નો | ભારતીય એક રૂપિયાની નોટ પર કોની સહી હોય છે?
❃ ભારતીય ચલણી નાણું: ❃ ભારતમાં સૌથી પહેલાં કાગળની નોટ 18મી સદીમાં બેંક ઓફ હિન્દુસ્તાન, જનરલ બેંક ઓફ બંગાલ અને બંગાલ બેંક એ જારી કરી હતી. ❃ વર્ષ 1920 સુધી ભારતીય નોટ બ્રિટિશ સરકાર બ્રિટનમાં જ છપાતી હતી, જે વર્ષ 1926માં બ્રિટિશ સરકારે મહારાષ્ટ્રના નાસિક માં પહેલી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરી હતી. ❃ કાગળની નોટ કોટન (કોટન રગ 75%) અને લીનેન (Linen - શણ 25%) નો ઉપયોગ કરી તૈયાર થાય છે, જે પાણીમાં પલળવા છતાં પણ ખરાબ થતી નથી અને લાંબો સમય સુધી રહે છે. ❃ ભારતીય રિઝર્વ બેંક(RBI)ની સ્થાપના 1 એપ્રિલ, 1935 માં થઈ હતી. ❃ RBIનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી, 1949 ના રોજ કરવામાં આવ્યું. ❃ ભારતીય રિઝર્વ બેંક દ્વારા સ્થાપના ત્રણ વર્ષ બાદ સૌપ્રથમ બહાર પાડવામાં આવેલી ચલણી નોટ 5 રૂપિયા ની હતી, જે વર્ષ 1938માં બહાર પાડેલી હતી, જેમાં કિંગ જ્યોર્જ છઠ્ઠાનું ચિત્ર હતું. ❃ વર્ષ 1947 સુધી કિંગ જ્યોર્જ છઠ્ઠા નું ચિત્ર ચલણી નોટ પર છપાતું રહ્યું હતું. ❃ વર્ષ 1969માં ગાંધીજીના 100માં જન્મ વર્ષ દરમિયાન પહેલી વખત ગાંધીજીની તસ્વીર 100 રૂપિયાની નોટ પર છપાઈ હતી. જેમાં મહાત્મા ગાંધી સેવાગ્રામ આશ્રમ માં બેઠેલા દર્શાવ્યા છે. ❃...