ભીમદેવ બીજો: ❃ ભીમદેવ બીજાએ સોલંકી રાજા અજયપાળના પુત્ર હતા. તેમણે નાની ઉંમરે પોતાના ભાઈ મૂળરાજ બીજાના સ્થાને સત્તા સંભાળી હતી. ❃ ભીમદેવ બીજાને બે રાણીઓ હતી. એક લીલાદેવી અને બીજી સુમાલાદેવી. ❃ ભીમદેવ બીજાએ ઈ. સ. 1178 થી ઈ. સ. 1242 સુધી એમ કુલ 64 વર્ષ સુધી સૈથી વધુ સમય સુધી પાટણની સત્તા સંભાળી હતી. ❃ ભીમદેવ બીજાની નાની ઉંમરનો લાભ લઈને તેમના કેટલાક પ્રાંતીય સૂબેદારોએ સ્વતંત્ર રાજ્યોની સ્થાપના કરવા માટે તેમની સામે બળવો કર્યો હતો. તેમના વફાદાર સામંત અર્ણોરાજ તેમના બચાવમાં આવ્યા અને બળવાખોરો સામે લડતા મૃત્યુ પામ્યા હતા. ❃ ભીમદેવ બીજાના શાસન દરમિયાન મંદિર નિર્માણની પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સોમનાથ મંદિરની સામે મેઘનાદ ( મેઘધ્વની ) નામનો મંડપ બનાવ્યો હતો. ❃ ભીમદેવ બીજાના શાસન દરમિયાન બનેલા મંદિરો: નવલખા મંદિર (ઘુમલી, દેવભૂમિ દ્વારકા), હર્ષદ (હરસિદ્ધિ) માતાનું મંદિર (મિયાણી, પોરબંદર), રામ લક્ષ્મણ મંદિર (બરડીયા, દેવભૂમિ દ્વારકા), રુકમણી દેવી મંદિર (દેવભૂમિ દ્વારકા), શિવ મંદિર (બાવકા, દાહોદ - આ મંદિરને ગુજરાતનું ખજુરાહો પણ કહેવામાં આવે છે). ❃ પૃથ્વીરાજ ચૌહ...