વિસલદેવ વાઘેલા: ❃ વિસલદેવ વાઘેલા વાઘેલા વંશનો સ્થાપક અને પ્રથમ રાજા હતો. ❃ ઈ. સ. 1244માં સોલંકી વંશના અંતિમ શાસક ત્રિભુવનપાળની હત્યા કરી, પાટણમાં વાઘેલા વંશની સ્થાપના કરી હતી. ❃ વિસલદેવ વાઘેલા ધોળકાના રાણા વીરધવલનો પુત્ર હતો. તેમણે વીરધવલના મૃત્યુ પછી ધોળકાના રાણા તરીકે સત્તા સંભાળી હતી. ❃ ત્રિભુવનપાળના અવસાન પછી સોલંકી વંશનો કોઈ ઉત્તરાધિકારી ન હતો, તેથી વિસલદેવ વાઘેલાએ પાટણમાં વાઘેલા - સોલંકીઓની સત્તા સ્થાપી હતી. ❃ ઈ. સ. 1244માં વિસલદેવ વાઘેલાના પાટણના રાજ્યારોહણ વખતે મહામાત્ય (મહામંત્રી) તરીકે તેજપાલ હતો. ઈ. સ. 1240માં મહામાત્ય (મહામંત્રી) તરીકે રહેલા વસ્તુપાલનું મૃત્યુ થયું હતું. ❃ વસ્તુપાલની જગ્યાએ મહામાત્ય (મહામંત્રી) તરીકે તેજપાલે સત્તા સંભાળી હતી. ❃ ઈ. સ. 1248માં મહામાત્ય તેજપાલનું મૃત્યુ થતાં તેમની જગ્યાએ મહામાત્ય તરીકે નાગડશા (નાગડ) નામે નાગર બ્રાહ્મણને પદ સોપ્યું હતું. ❃ વીરધવલના બે પુત્રોમાં એક વીરમદેવે " વીરમગામ " નામનું નગર વસાવ્યું હતું. આ નગરની સત્તા વસ્તુપાલ અને તેજપાલે છીનવી ધોળકાના રાણા બનેલા વિસલદેવને સોંપી હતી. ❃ વિસલદેવ વાઘેલાએ માળવા પર ચડાઈ કરી માળવ...