સિદ્ધરાજ જયસિંહ : • ઉપનામ : સિદ્ધરાજ, ત્રિભુવનગંડ (ત્રિભુવનરાજ), અવંતીનાથ, બર્બરક જિષ્ણુ, મહારાજાધિરાજ પરમેશ્વર, સિધ્ધચક્રવર્તી. ❃ સિદ્ધરાજ જયસિંહનો જન્મ પ્રબંધ ચિંતામણી ગ્રંથ અનુસાર પાલનપુરમાં થયો હતો. ❃ સિદ્ધરાજ જયસિંહ માત્ર 3 વર્ષનો હતો ત્યારે પિતા કર્ણદેવ સોલંકીના મૃત્યુથી પાટણની ગાદી 3 વર્ષની વયે સંભાળી હતી. ❃ તેમનું પ્રથમ યશસ્વી પરાક્રમ સોરઠ વિજયનું હતું. સોરઠના ચુડાસમા રાજા રા'ખેંગારને હરાવ્યો અને તેને કેદમાં રાખ્યો. તેણે સૌરાષ્ટ્રમાં ચુડાસમા વંશનો અંત કર્યો અને ત્યાં સામંત તરીકે સજ્જન મંત્રીને નીમ્યો. સૌરાષ્ટ્રના વિજયને યાદગાર બનાવવા માટે તેણે " સિહસંવત " નો પ્રારંભ કર્યો હતો. ❃ ચુડાસમા રાજા રા ગ્રહરિપૂને હરાવીને તેને પોતાનો ખંડીયો રાજા બનાવ્યો હતો. ❃ સોરઠ વિજય બાદ તેણે " સિધ્ધચક્રવર્તી " નામ ધારણ કર્યું હતું. જે પછીથી" સિદ્ધરાજ " કહેવાયું. ❃ માળવાના વિજય બાદ તેણે " અવંતીનાથ " નામ ધારણ કર્યું હતું. માળવાના રાજા નરવર્માના ઉત્તરાધિકારી યશોવર્માને કેદ કરી વિજય મેળવ્યો હતો. ❃ બબરિયાવાડના ભીલ સરદાર બર્બરક (બાબરો ભૂત) ને હરાવી ...