ભારતના પહેલા સુપર હીરો "નેતાજી" | નેતાજી | સુભાષચંદ્ર બોઝ એક રહસ્યમય મૃત્યુ | સંપૂર્ણ ઈતિહાસ નેતાજી સુભાષચંદ્ર બોઝ
❃ ભારતના પહેલા સુપર હીરો "નેતાજી" | નેતાજી | સુભાષચંદ્ર બોઝ એક રહસ્યમય મૃત્યુ | સંપૂર્ણ ઈતિહાસ નેતાજી સુભાષચંદ્ર બોઝ ➜ નેતાજીએ વારંવાર વેશપલટો કરીને અલગ અલગ દેશોને માત આપી. ➜ એક દેશમાંથી બીજા દેશમાં ગયા કારણ કે આર્મી બનાવવા માટે, ક્યારેક રેલ મારફતે તો ક્યારેક સબમરીનમાં બેઠા તો ક્યારે વિમાનમાં સવારી કરી. નેતાજીની આ કહાની કોઈ સુપર હીરો થી ઓછી નથી. ★ સુભાષ ચંદ્ર બોઝ જન્મ: 23 જાન્યુઆરી, 1897 ઓરિસ્સાના કટક શહેરમાં. મૃત્યુ: 18 ઑગસ્ટ, 1945 તૈહોકુ (Taihoku), જાપાનીઝ તાઇવાન. ➜ તૈહોકુ (Taihoku), જાપાનીઝ તાઇવાન હાલના સમયમાં તાઈપેઈ, તાઇવાન (Taipei, Taiwan). અભ્યાસ: ➥ Baptist Mission's Protestant European School, Cuttack, 1902–09. ➥ રૅવેન્શૉ કૉલેજિએટ હાઈસ્કૂલ, કટક 1909-12(શિક્ષક વેણીમાધવ દાસ). ➜ વેણીમાધવ દાસ વિદ્યાર્થીઓમાં દેશ ભક્તિની આગ ભડકાવતા હતા. ત્યારથી નેતાજીની અંદર દેશ ભક્તિ જાગૃત થઈ હતી. ➥ પ્રેસિડેન્સી કૉલેજ, કોલકત્તા 1912-15. ➜ ફેબ્રુઆરી 1916માં વિધ્યાપક ઑટેન અને છાત્રો વચ્ચે વિવાદ થતાં બે છાત્રો સુભાષચંદ્ર બોઝ અને અનંગા ડેમને કૉલેજ માંથી દૂર કરવામાં આવ્યા....