Skip to main content
Showing posts with the label સ્વતંત્રસલ્તનત

ગુજરાતનો ઇતિહાસ | સ્વતંત્ર સલ્તનત | સિકંદર શાહ | બહાદુરશાહ | Gujarat No Itihas

સિકંદરશાહ: • શાસન સમય: 2 મહિના અને 11 દિવસ ❃ ઈ.સ. 1526માં મુઝફ્ફરશાહ બીજાના અવસાન પછી સિકંદરશાહએ શાસન સાંભળ્યું હતું. ❃ મુઝફ્ફરશાહ બીજાએ જ તેમની હયાતીમાં તેમના વારસદાર તરીકે તેમના પુત્ર સિકંદરશાહને જાહેર કર્યો હતો, જેથી તેમનો બીજો પુત્ર બહાદુરખાન નારાજ થઈને ગુજરાત છોડી ચાલ્યો ગયો હતો. ❃ બહાદુરખાન મેવાડ(ચિત્તોડગઢ)ના રાજા રાણા સાંગા(રાણા સંગ્રામસિંહ)ને ત્યાં ગયો અને ત્યાં રાણા સાંગાએ શરણ આપી પરંતુ થોડા સમયમાં મનમુટાવ થતા તે ત્યાંથી દિલ્હી નીકળી ગયો. ❃ ત્યારે દિલ્હીમાં સુલ્તાન ઈબ્રાહિમ લોદી  હતો, જેમણે બહાદુરખાનને માન સાથે મહત્વનું પદ આપી દરબારમાં રાખ્યો હતો. ❃ આ સમયગાળા દરમિયાન સિકંદરશાહની હત્યા કરી નાખવામા આવી હતી. ❃ સિકંદરશાહ નિર્બળ અને ભોગવિલાસી હતો, તેથી તે ફક્ત 2 મહિના અને 11 દિવસ સુધી જ શાસન કરી શક્યો હતો. ❃ સિકંદરશાહની હત્યા તેમના જ દરબારી ઇમાદ-ઉલ-મુલ્ક ખુશ એ કરી હતી. ❃ ઇમાદ-ઉલ-મુલ્કે સિકંદરશાહના નાના ભાઈ નાસીરખાનને મહમુદશાહ બીજો નામકરણ કરીને ગાદી પર બેસાડ્યો હતો અને ઇમાદ-ઉલ-મુલ્ક રાજ્યની તમામ સત્તા સંભળાતો હતો. ❃ અન્ય દરબારીઓ ઇમાદ-ઉલ-મુલ્કની વિરોધમાં ગયા અને બહાદુરખા...

ગુજરાતનો ઇતિહાસ | સ્વતંત્ર સલ્તનત | મુઝફ્ફરશાહ બીજો | Gujarat No Itihas

મુઝફ્ફરશાહ બીજો: • શાસન સમય: ઈ. સ. 1511 થી 1526 સુધી. • મૂળ નામ: ખલીલખાન • ઓળખ: સંત સુલતાન  ❃ મહમદ બેગડાએ તેમનો ચોથો અને સૌથી નાનો પુત્ર ખલીલખાનને ગાદી વારસ તરીકે પહેલેથી જ જાહેર કર્યો હતો. ❃ મહમદ બેગડાના સમયે તે સૌરાષ્ટ્ર અને જુનાગઢના સૂબેદાર તરીકે કામ કરતો હતો. ❃ મહમદ બેગડાનુ મૃત્યુ થતા તેમના પુત્ર ખલીલખાને " મુઝફ્ફરશાહ બીજા "(શમ્સ-ઉદ-દીન મુઝફ્ફરશાહ બીજો)નો ખિતાબ ધારણ કરી ઈ. સ. 1511માં શાસન સંભાળ્યુ હતુ, ત્યારે તે 27 વર્ષનો હતો. ❃ મહમદ બેગડાએ તો ખલીલખાને વારસદાર જાહેર કર્યો હતો પરંતુ તેમને ગાદી મેળવવામાં મલિક ગોપી, મલિક સારંગ અને રસીદ-ઉલ-મુલ્કે ખૂબ મદદ કરી હતી, તેથી ખલીલખાને તેમને તેમના શાસનકાળ દરમિયાન ઉચ્ચ હોદ્દા પર નિમ્યા હતા. ❃ મુઝફ્ફરશાહ બીજાએ વડોદરાની નજીક દૌલતાબાદ નામનું નગર વસાવ્યું હતું. ❃ મુઝફ્ફરશાહ બીજો ખૂબ ભલો અને પવિત્ર વ્યક્તિ હતો, લોકો તેમની ગણના સંત સુલતાન તરીકે કરતાં હતાં. ❃ મુઝફ્ફરશાહ બીજો વિદ્ધાન, સંયમી અને પવિત્ર સુલતાન હતો, સાથે તે ખૂબ જ શક્તિશાળી અને યુદ્ધમાં પણ કુશળ હોવાને કારણે તેમણે માળવા, ઈડર અને ચિત્તોડગઢ પર વિજય મેળવ્યો હતો. ❃ મુઝફ્ફરશાહ બીજાને ક...

ગુજરાતનો ઇતિહાસ | સ્વતંત્ર સલ્તનત | મહમદ બેગડો | Gujarat No Itihas

નસીરુદ્દીન મહેમૂદશાહ(મહમદ બેગડો): મૂળ નામ: ફતેહખાન (ફત્હખાન) ઓળખ: ગુજરાતનો અકબર ❃ ગુજરાતના ઈતિહાસમાં પ્રખ્યાત નામ: મહમદ બેગડો (મહમૂદશાહ બેગડો / મહંમદ બેગડો / મહમૂદ બેગડો) શાસનકાળ: ઈ. સ. 1458 થી 1513 સુધી 54 વર્ષનું લાંબુ શાસન કર્યું હતું. ❃ ગ્યાસુદ્દીન મહંમદશાહનો પુત્ર મહમદ બેગડો હતો. ❃ જ્યારે તેમણે શાસન સંભાળ્યુ ત્યારે તે માત્ર 13 વર્ષનો જ હતો. ❃ શાસન સંભાળ્યું ત્યારે તેમણે " અબુલફત્હ મહમૂદશાહ " નામ ધારણ કર્યું હતું. ❃ સુલ્તાન અબુલ ફત્હ નસિરુદ્દીન મહેમુદશાહ પહેલો એ ઈતિહાસમાં " મહમદ બેગડો "ના નામથી પ્રસિદ્ધ થયો. ❃ ઈ. સ. 1464માં વર્તમાન વલસાડ જિલ્લામાં આવેલ પારડીના હિન્દુ રાજા દ્વારા ચાંચિયાગીરી કરતો હોવાનું જાણવા મળ્યું ત્યારે મહમદ બેગડાએ તેમનાં પર આક્રમણ કરી તેમને વર્તન સુધારવું અને ખંડણી આપવાની શરતે છોડ્યો હતો. ❃ મહમદ બેગડોએ તેમનાં સમયગાળા દરમિયાન ફિરંગીઓનું દમન કર્યું, લૂંટફાટ અને ચાંચિયાઓને નહિવત કર્યા હતા અને શાંતિ સ્થાપી હતી. ❃ મહમદ બેગડાનો સમકાલીન જુનાગઢનો ચુડાસમા વંશનો રાજા રા' માંડલિક હતો. ❃ મહમદ બેગડાએ જુનાગઢ પર ત્રણ વખત આક્રમણ કર્યું હતું...

ગુજરાતનો ઇતિહાસ | સ્વતંત્ર સલ્તનત | કુતુબુદ્દીન અહમદશાહ | Gujarat No Itihas

ગયાસુદ્દીન મહંમદશાહ: શાસન સમય: 7 વર્ષ (ઈ. સ. 1442 થી 1451)  ❃ ઈ.સ. 1442માં અહમદશાહ પહેલા પછી દિલ્લીના સુલ્તાન તેનામા પુત્ર ગયાસુદ્દીન મહંમદશાહ બને. ❃ ગયાસુદ્દીન મહંમદશાહે ઈ. સ. 1445માં ઈડરના રાજા હરરાવ (રાવપૂંજાનો પુત્ર) અને ડુંગરપુરના ગણેશને હરાવ્યા હતા અને તે રાજાઓએ સુલ્તાન સાથે સંધિ કરી લીધી હતી. ❃ ઈ. સ. 1449માં ગયાસુદ્દીન મહંમદશાહે ચાંપાનેર પર આક્રમણ કર્યું ત્યારે ચાંપાનેરના રાજા ગંગાદાસએ માળવાના સુલ્તાન મહમૂદ ખલજીને મદદ માટે બોલાવ્યો જેથી સુલ્તાન ગયાસુદ્દીન મહંમદશાહે પીછેહઠ કરી. ❃ જેથી તેમના ઉમરાવોને (સૂબાઓને) આ પીછેહઠ પસંદ ન આવતા સૂબાઓએ ઈ. સ. 1451માં સુલ્તાન ગયાસુદ્દીન મહંમદશાહને ઝેર આપ્યું જેના કારણે સુલ્તાનનું મૃત્યુ થાય છે. ❃ સુલ્તાન ગયાસુદ્દીન મહંમદશાહને લોકો " ઝરબક્ષ " (સોનાનું દાન આપનાર) કહેતા. ❃ સુલ્તાન ગયાસુદ્દીન મહંમદશાહે સંત શેખ અહમદ ખટ્ટુગંજ બક્ષનો મકબરો બંધાવ્યો હતો. ❃ સુલ્તાન ગયાસુદ્દીન મહંમદશાહ પછી તેમનો પુત્ર કુતબુદ્દીન અહમદશાહે દિલ્લીનું શાસન સંભાળ્યું હતું.  કુતુબુદ્દીન અહમદશાહ: શાસનકાળ: 1451 થી 1458 તેનું મૂળ નામ: જલાલખાન  ❃ કુતુબુદ્દીન અહમદશાહ શા...

ગુજરાતનો ઇતિહાસ | સ્વતંત્ર સલ્તનત | નાસીરુદ્દીન અહમદશાહ | Gujarat No Itihas

નાસીરુદ્દીન અહેમદશાહ (અહમદશાહ પ્રથમ): શાસનકાળ: ઈ. સ. 1411 થી 1442  ❃ નાસીરુદ્દીન અહમદશાહ તાતારખાનનો પુત્ર અને મુઝફ્ફરશાહ પહેલા(ઝફરખાન)નો પૌત્ર હતો. ❃ નાસીરુદ્દીન અહમદશાહનો જન્મ ઈ. સ. 1391માં થયો હતો અને 19 વર્ષની ઉંમરે ઈ. સ. 1411માં ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના સુલ્તાન તરીકે પદભાર સંભાળ્યો હતો. ❃ નાસીરુદ્દીન અહમદશાહે પોતાના દાદા મુઝફ્ફરશાહ પહેલા(ઝફરખાન)ને ઝેર આપી મારી નાખ્યા હતા. ❃ નાસીરુદ્દીન અહમદશાહને ગુજરાત સલ્તનતનો વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે.  ❃ ઈ. સ. 1411માં નાસીરુદ્દીન અહમદશાહે અહમદાબાદ (આજનું અમદાવાદ) શહેરની સ્થાપના કરી અને ત્યાં તેમણે રાજધાની સ્થાપી હતી. ❃ નાસીરુદ્દીન અહમદશાહ રાજધાનીની શોધમાં નીકળ્યા હતા ત્યારે તેમણે સાબરમતી નદીના કિનારે કર્ણાવતીનગર(આજનું અમદાવાદ)ના વિસ્તારમાં " સસલાંને કૂતરાં પાછળ દોડતાં જોઈ "ને આ ભૂમિને વીરભૂમિ તરીકે રાજધાની માટે પસંદગી કરી હતી. ❃ નાસીરુદ્દીન અહમદશાહની ઈચ્છા હતી કે જે લોકોએ ક્યારેય પણ બપોરની નમાજ ન છોડી હોય તેવા લોકોનાં હાથેથી અહમદાબાદની સ્થાપના કરાવવી. ❃ ચાર લોકોએ અહમદાબાદની સ્થાપના કરી જેમાં બાદશાહ અહમદશાહ, સંત શેખ અહમદ ખટ્ટ...

ગુજરાતનો ઇતિહાસ | સ્વતંત્ર સલ્તનત | ઝફરખાન અને તાતારખાન | Gujarat No Itihas

ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત: સ્થાપના: ઝફરખાન પ્રથમ સુલ્તાન: મહંમદશાહ પ્રથમ (તાતારખાન) અંતિમ સુલ્તાન: મુઝફ્ફરશાહ ત્રીજો  મહંમદશાહ પ્રથમ (તાતારખાન): ❃ ઈ. સ. 1398માં તૈમૂરલંગે દિલ્લી સલ્તનત પર આક્રમણ કરતા દિલ્લી સલ્તનતનો અંત થયો. ત્યારે ગુજરાતમાં સૂબા તરીકે ઝફરખાન કાર્ય કરી રહ્યો હતો. ❃ ઝફરખાનનો પુત્ર તાતારખાન હતો તેની ઈચ્છા દિલ્લી જીતી લેવાની હતી. તૈમૂરલંગના આક્રમણ વખતે તાતારખાન ઈ. સ. 1398માં ગુજરાતના પાટણ ખાતે આવ્યો અને પ્રથમ સ્વતંત્રતાની કરી હતી. ❃ ઈ. સ. 1403માં ઝફરખાન અને તેમના પુત્ર તાતારખાને ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો પાયો નાખ્યો. ❃ ઈ. સ. 1404માં આશાવલ(અમદાવાદ)માં તાતારખાને પોતાને ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો પ્રથમ સુલ્તાન જાહેર કર્યો અને મહંમદશાહ (નાસુરુદ્દીન મુહમ્મદશાહ/મહંમદશાહ) પ્રથમ નામ ધારણ કરી સત્તા સંભાળી હતી. ❃ ઝફરખાન દૂરંદેશી હતો તેમણે તાતારખાનને દિલ્લી જીતવાની આશા છોડી દેવા સમજાવ્યો. ❃ ઈ. સ. 1398 થી 1414 સુધી ભારતમાં કોઈ શાસક ન હોવાથી તેમની દિલ્લી જીતવાની તાલાવેલી વધી ગઈ અને પિતા ઝફરખાને તેમને સમજાવ્યો પણ તે માન્યો નહીં અને તેમના પિતાને નજરકેદમાં રાખ્યા અને તાતારખાન સૈન્...
Ahir Career Academy Copyright © 2022