વાઘેલા વંશ: ❃ વાઘેલાઓ સોલંકી રાજાઓના સામંતો તરીકે કાર્ય કરતા હતા. ❃ વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. ❃ કુમારપાળના માસાનું નામ ધવલ હતું અને ધવલના પુત્રનું નામ અર્ણોરાજ હતું. ❃ જે કુમારપાળને માસિયાઈ ભાઈ થતો હતો. ❃ અર્ણોરાજના કામથી પ્રસન્ન થઈ કુમારપાળે તેને પોતાનો સામંત બનાવ્યો હતો અને " વ્યાધ્રપલ્લી " નામનું ગામ ભેટમાં આપ્યું હતું. ❃ આ " વ્યાધ્રપલ્લી " ગામ મહેસાણા જિલ્લામાં આવેલું છે જે "વઘેલ" તરીકે ઓળખાતું હતું. ❃ આ " વઘેલ " નામ પરથી જ તેઓ વાઘેલા તરીકે ઓળખાયા હતાં. ❃ ધવલનો પુત્ર અર્ણોરાજએ વ્યાધ્રપલ્લીનો મૂળ વ્યક્તિ (પ્રથમ પુરુષ) હતો તેમ કહી શકીએ. ❃ અર્ણોરાજ " આનાક " તરીકે ઓળખાતો હતો. ❃ અર્ણોરાજના પુત્ર લવણપ્રસાદ જેનો જન્મ " વ્યાધ્રપલ્લી " ગામમાં થયો હતો. ❃ ધવલના પુત્ર અર્ણોરાજ, અર્ણોરાજના પુત્ર લવણપ્રસાદ, લવણપ્રસાદનો પુત્ર વીરધવલ, વીરધવલના પુત્રો વિરમદેવ અને વિસલદેવ હતાં. ❃ ભીમદેવ બીજાએ નાની ઉંમરમાં શાસન સંભાળ્યું હતું જેનો લાભ લઈને તેમના કેટલાક પ્રાંતીય સામંતોએ સ્વતંત્ર રાજ્યોની સ્થાપના કરવા માટે તેમની સામે બળવો કર્...