કાયદો | પોલીસ કોન્સ્ટેબલ કાયદાના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો | Police Constable | IPC, CrPC, Indian Evidence Act
❃ IPC : ઈન્ડિયન પીનલ કોડ Q. લગ્ન માટેની કાનૂની ઉંમર કેટલી છે? Ans. છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 21 વર્ષ Q. ધાડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોવા જોઈએ? Ans. 5 Q. સ્ત્રીને સાસરિયાં દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે? Ans. ઈ.પી.કો.ક. 498(ક) Q. ઈ.પી.કો.ક. 420 શાને લગતી છે? Ans. ઠગાઈ Q. ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે? Ans. IPC કલમ 302 Q. ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યકિતઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે? Ans. 5 Q. 'ખૂન' માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે? Ans. 302 Q. 'અ' ઘરેણાંની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં 'અ' ..... Ans. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. Q. 'અ', 'બ' ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ ક્યો ગુનો કરે છે? Ans. બગાડ Q. IPC મુજબ Ans. 1. કલમ 302 ખૂનની સજા 2. કલમ 307 ખૂનની કોશિશની સજા 3. કલમ 379 ચોરીની સજા 4. કલમ 395 ધાડની સજા Q. X અને Y બંને Z નું ખૂન કરવા જાય છે...