❃ ગુજરાતનો ઈતિહાસ: Part-1: ઈતિહાસ: ➜ ગુજરાતના ઈતિહાસને જાણવા માટે તેને ત્રણ ભાગોમાં વિભાજીત કરાયો છે. (I) પ્રાચીન (II) મધ્યકાલીન (III) આધુનિક ➜ પ્રાચીન સમયગાળાને જાણવા માટે પણ તેને ત્રણ યુગમાં વિભાજન કરવામાં આવ્યું છે. (I) પ્રાગઐતિહાસિક (II) મધ્ય / આદ્ય ઐતિહાસિક (III) ઐતિહાસિક ➜ પ્રાગઐતિહાસિક સમયગાળાને પણ ત્રણ ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે. (I) પુરાતન પાષાણકાળ (II) મધ્ય પાષાણકાળ (III) નૂતન પાષાણકાળ ★ પ્રાગઐતિહાસિક સમય: ➜ લખાણના આરંભ પહેલાનો સમય, ત્યારે માનવી લખતાં - વાંચતાં શીખ્યો ન હતો. ➜ ગુજરાતમાંથી સૌપ્રથમવાર પ્રાગૈતિહાસિક સમયના અવશેષો ઈ. સ. 1893માં રોબર્ટ બ્રુસ ફૂટ નામના અંગ્રેજ ભૂસ્તરશાસ્ત્રીયએ વડોદરા રાજ્યના ભાગ ગણતાં વિજાપુર તાલુકાના સાબરમતી તટે આવેલા કોટ પેઢામલી (હાલ મહેસાણા જિલ્લામાં) ગામેથી પુરાતન પાષાણયુગના અવશેષો શોધી કાઢ્યા હતા. અહીંથી પથ્થરનાં બનેલા અવશેષો, ઓજારો મળી આવ્યા છે. ➜ ઈ. સ. 1941માં આ જ પ્રદેશના લાંઘણજ ખાતેથી પણ આવા ઓજારો મળી આવ્યા હતા. ➜ આ યુગના અવશેષો ગુજરાતમાં ઓછા પ્રમાણમાં જોવા મળ્યા છે. ➜ પ્રાગઐતિહાસિક સમયના અવશેષો સાબર, મહી, રે...