❃ સંપૂર્ણ વૈદિકયુગ | ઇતિહાસ | વૈદિકકાળ | વૈદિક ધર્મ અને સંસ્કૃતિ » Part 2: વૈદિકયુગ: ✔ વેદકાલીન રાજ્યવ્યવસ્થા (રાજકીય સંગઠનો): ➜ વૈદિકયુગમાં કબીલાઈ સ્વરૂપની રાજ્ય વ્યવસ્થા હતી. ➜ આર્યો પશુપાલન સાથે સંકળાયેલા હોવાથી ભટકતી સમાજ વ્યવસ્થાની જેમ રાજકીય વ્યવસ્થા પણ હતી. ➜ વેદકાલીન સમયમાં ગણ અને વિદથ (સૌથી જૂની) જેવી પ્રારંભિક રાજકીય વ્યવસ્થા જોવા મળે છે. ➜ તેમજ વૈદિકયુગમાં સભા અને સમિતિ જેવી રાજકીય વ્યવસ્થા પણ મુખ્ય હતી. ➜ સભા: સભામાં વડીલો બેસતા અને ન્યાય આપવાનું કાર્ય કરતાં. ➜ વર્તમાન રાજ્યસભાની જેમ સભામાં વડીલો બેસતાં અને રાજકીય, વહીવટી અને ન્યાય આપવાનું કાર્ય થતું હતું. ➜ આ સભા નામની સંસ્થા સમિતિની સરખામણીમાં નાની હતી. ➜ સમિતિ: સમિતિમાં બધા લોકસમુદાયના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. ➜ વર્તમાન લોકસભાની માફક સમગ્ર લોકસમુદાયના પ્રતિનિધિઓ સામેલ થતાં હતાં. ➜ આ સમિતિમાં રાજાની ચૂંટણી કરવામાં આવતી હતી. ➜ સભા અને સમિતિમાં યુદ્ધનું આયોજન, યુદ્ધમાં મળેલ ચીજોની વહેંચણી, ન્યાય અને ધર્મને લાગતાં કાર્યો જેવા વિષયો પર ચર્ચા - વિચારણા કરવામાં આવતી હતી. ➜ મહિલાઓ પણ આ રાજકીય સંસ્થાઓમાં જોડાતી હત...